Connect Gujarat
ગુજરાત

ડાંગના ડુંગરાઓ ખુંદી રહેલી "વંદે ગુજરાત વિકાસ યાત્રા", વાંચો ગ્રામજનો માટે શું શું લાવી..!

આજથી ૨૦ વર્ષ અગાઉના ગુજરાતના ચિત્રને માનસપટ પર અંકિત કરી, અને આજના ૨૦૨૨ના ગુજરાતની છબીને ચિત્તે ધરીએ, અને જે ફર્ક આપો આપ નજર સમક્ષ ખડો થશે

ડાંગના ડુંગરાઓ ખુંદી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા, વાંચો ગ્રામજનો માટે શું શું લાવી..!
X

આજથી ૨૦ વર્ષ અગાઉના ગુજરાતના ચિત્રને માનસપટ પર અંકિત કરી, અને આજના ૨૦૨૨ના ગુજરાતની છબીને ચિત્તે ધરીએ, અને જે ફર્ક આપો આપ નજર સમક્ષ ખડો થશે, તે છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા બે દાયકાના પરિશ્રમના પ્રસ્વેદથી વિકાસની કેડી કંડારનારા ગુજરાતની વિકાસયાત્રા, આજે ડાંગના આંગણે આવીને ઉભી છે. જેમણે ગુજરાતનો વિકાસ જોવો છે, જેમણે ગુજરાતના પરિશ્રમની પરાકાસ્ઠા મહેસુસ કરવી છે, જેમણે ગુજરાતનનું ગૌરવ ગાન કરવુ છે, તેમણે ડાંગ જિલ્લાના ડુંગરાઓ ખુંદી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી થવુ પડે. શું છે આ યાત્રામાં ? આવો જાણીએ.

પાછલા ૨૦ વર્ષોમાં ગુજરાતમાં કોમી તોફાનો ઉપર અંકુશ આવ્યો છે. તો સાથે બે દાયકાના દુકાળને, માં નર્મદાના નીરને ઘરે ઘરે પહોંચાડીને ભૂતકાળ બનાવી દેવાયો છે. આજે દેશનુ મેડીકલ હબ ગુજરાત છે, દેશનુ ડીફેન્સ હબ ગુજરાત છે, અને આકર્ષક ટુરીઝમ ડેસ્ટીનેશન પણ ગુજરાત છે. આપત્તિને અવસરમા પલટીને, કચ્છનુ પુનઃવસન ગુજરાતે કર્યું છે, તો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ પણ ગુજરાતમાં છે. દેશનુ પહેલુ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ, દેશનુ પહેલુ ઓપરેશનલ સ્માર્ટ સિટી, અને વર્લ્ડ કલાસ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર ગુજરાતમા છે. પ્રવાસન સ્થળોની કાયાપલટ કરનારુ દેશનુ અગ્રેસર રાજ્ય ગુજરાત છે. શિવરાજપુર બીચ, નડા બેટ-સીમા દર્શન, દાંડી કુટીર, સોલ્ટ મેમોરીયલ, શામજીકૃષ્ણ વર્મા મેમોરીયલ, વિરાંજલી વનોની શ્રુંખલા માત્ર અને માત્ર ગુજરાતમાં જ છે. આ અને આવી અનેક ગૌરવાન્વિત કરતી બાબતો વંદે ગુજરાત વિકાસ યાત્રામાં આકર્ષક ફોટોગ્રાફ્સ, કટઆઉટ અને એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રજાજનો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. દેશના આઝાદી કાળથી વરસાદ ઉપર નિર્ભર રહેતા ગુજરાતના ખેડૂતોને આત્મનિર્ભર બનાવાયા છે. તો પશુપાલકોને સ્વેતક્રાંતિ તરફ અગ્રેસર કર્યા છે. અંધારિયા ગામોને વીજળીથી ઝળહળતા કર્યા છે. તો શિક્ષણથી અજ્ઞાનતાના અંધકાર પણ ઉલેચ્યા છે.

Next Story