Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના પ્રભારી ડો. રઘુ શર્મા ની કામગીરી પર ખુદ પક્ષના જ કાર્યકર્તાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીમાં એક બેઠક મળશે. જેમાં આગામી ચૂંટણીલક્ષી કમિટીઓ, અત્યાર સુધીની કામગીરી અને ચૂંટણી માટેની કામગીરી માટેની ચર્ચા થશે.

દિલ્હીમાં આજે યોજાનારી બેઠકમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, પૂર્વ વિપક્ષના નેતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ને પણ બોલાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઈ ઇલેકશન મેનેજમેન્ટ કમિટી, કેમ્પેઈન કમિટી, મેનિફેસ્ટો કમિટી સહિતની વિવિધ જવાબદારી સિનિયર અને જુનિયર નેતાઓને સોંપવામાં આવશે. તે ઉપરાંત કોને કઈ જવાબદારી સોંપવી તેની પણ ચર્ચા આ બેઠકમાં કરાશે. બીજી તરફ લોકો વચ્ચે જવા માટે અત્યાર સુધીમાં કેવા પ્રકારના કાર્યક્રમો કર્યા તેની સમીક્ષા થશે.તો પ્રભારી ડો રઘુ શર્મા કામગીરીનો રિપોર્ટ પણ હાઇકમાન્ડને સબમિટ કરશે આગામી ચૂંટણી પહેલાં કયા કાર્યક્રમો કરાશે તેની રણનીતિ ઘડવા માં આવશે. વર્ષોથી રાજ્યના શહેરી વિસ્તારમાં કોંગ્રેસ દેખાવ નબળો રહે છે. શહેરમાં મજબૂત થવા માટે કોંગ્રેસે શું કરવું જોઈએ તેનું મનોમંથન કરાશે. આ માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડનું નેતાઓ સહિત રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે. આજની બેઠકમાં મહત્વનો મુદ્દો શહેરોમાં મજબૂત થવાનું રહેશે.

Next Story