Connect Gujarat
ગુજરાત

વાઇબ્રન્ટ સમિટ "મોકૂફ" : કોરોના સંક્રમણ વધતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવાયો...

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

વાઇબ્રન્ટ સમિટ મોકૂફ : કોરોના સંક્રમણ વધતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવાયો...
X

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમ્યાન યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે, અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસ ફરી પાછા વધવા લાગ્યા છે, અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય અને તેની સંપૂર્ણ તકેદારી રાખીને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમ્યાન યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સમિટનું આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિતચિંતક રહ્યા છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટ્રીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળી ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.

Next Story