Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના રાયસંગપર ગામે પ્રવેશોત્સવનાં વચ્ચે ગામલોકોએ શાળાની કરી તાળાબંધી,જાણો શા કારણે ભરવું પડ્યું પગલું..!

સુરેન્દ્રનગરના રાયસંગપર ગામે પ્રવેશોત્સવનાં વચ્ચે ગામલોકોએ શાળાની કરી તાળાબંધી,જાણો શા કારણે ભરવું પડ્યું પગલું..!
X

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં રાયસંગપર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય અનેક રજૂઆતો કરવાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે વાલીઓ વિધાર્થીઓ અને ગામલોકો સાથે મળી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરતાં ચકચાર ફેલાઇ હતી.

હાલ સમગ્ર તાલુકામાં શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય જેમાં ખોટાં તાયફા કરવામાં આવે છે પરંતુ મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી નથી ત્યારે રાયસંગપર પ્રાથમિક શાળામાં પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે વ્યવસ્થા કરવામાં ન આવતા ગામલોકો રોષે ભરાયેલા અને તાળાબંધી કરી હતી. મુન્નાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વિધાર્થીઓને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિધાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા જશે નહીં.

Next Story