Connect Gujarat
ગુજરાત

વિશ્વનાથ સિંહ વાઘેલા આજે કરશે કેસરિયા: CR પાટીલ-હર્ષ સંઘવી સાથે કરી હતી મુલાકાત

ગઈકાલે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથ સિંહ વાઘેલા આજે તેમના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે.

વિશ્વનાથ સિંહ વાઘેલા આજે કરશે કેસરિયા: CR પાટીલ-હર્ષ સંઘવી સાથે કરી હતી મુલાકાત
X

ગઈકાલે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથ સિંહ વાઘેલા આજે તેમના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે.તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમિયાન અનુરાગ ઠાકુર અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.રાજ્ય કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે વિશ્વનાથ સિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચૂડાસમા ની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.

વિશ્વનાથ સિંહ વાઘેલાએ ગાંધી-નહેરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સિનિયર નેતાઓના આંતરિક જુથવાદ હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણ ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠન ને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસો થી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે. યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એક પણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદ થી પક્ષમાં દુશ્મન ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતાના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ

Next Story