Connect Gujarat
ગુજરાત

વોન્ટેડ બુટલેગર પિન્ટુ ગીરફતમાં, દારૂનું ટર્ન ઓવર કરોડોમાં,આંકડો જાણીને ચોંકી જશો..

દારૂના ધંધામાં ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હતો.

વોન્ટેડ બુટલેગર પિન્ટુ ગીરફતમાં, દારૂનું ટર્ન ઓવર કરોડોમાં,આંકડો જાણીને ચોંકી જશો..
X

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને હાલ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. તેના છ મહિનાના દારૂના ધંધામાં ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હતો.

બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરી ગત 27 જુલાઈના રોજ ગોવાથી મોજ માણી મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને તેજ સમયે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે તેને પકડી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પિન્ટુ ગઢરી પર વર્ષ 2019થી 2022 દરમિયાન કુલ 33 ગુના નોંધાયેલા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જુલાઇના રોજ ઝડપી પાડ્યો હતો.

પિન્ટુ વિરુદ્ધ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ ના 33 ગુના નોંધાયા હતા. અને તે છેલ્લે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત નાસતો ફરતો હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે બાતમી મળી હતી કે, પિન્ટુ ગોવા થી મુંબઇ ફ્લાઇટ માં પરત આવી રહ્યો છે. પોલીસની એક ટીમ તાત્કાલિક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પીન્ટુ ને ઝડપી પાડ્યો. પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં અધધ…કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી જ દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘૂસાડતા હતો

Next Story