Connect Gujarat
ગુજરાત

કોણ કરશે રથયાત્રામાં પહિંદ વિધિ, શું તૂટશે વર્ષોની પરંપરા..?

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરખભેર જગન્નાથ ભક્તોને દર્શન આપવા 1 જુલાઈએ નીકળવાના છે

કોણ કરશે રથયાત્રામાં પહિંદ વિધિ, શું તૂટશે વર્ષોની પરંપરા..?
X

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરખભેર જગન્નાથ ભક્તોને દર્શન આપવા 1 જુલાઈએ નીકળવાના છે પરંતુ રથયાત્રા પહેલા જે પહિંદ વિધિ કરવામાં આવે છે તે આ વર્ષે કરશે કોણ તે એક સવાલ ઉભો થયો છે કારણકે સીએમ કોરોના પોઝિટિવ આવતા આ સવાલ ઉભો થયો છે

દર વર્ષે રાજ્યના સીએમ પહિંદ વિધિ કરતા હોય છે પણ સ્વાભાવિક છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ તો કોરોના પોઝિટીવ છે. ત્યારે આ વખતે પહિંદ વિધિ કરશે કોણ તે એક સવાલ થઈ પડ્યો છે.વર્ષોથી એવી પરંપરા છે કે સીએમ જ પહિંદવિધિ કરે પરંતુ જો તેઓ કોરોના નેગેટીવ ન આવ્યા તો આ પ્રોટોકોલ પણ તૂટી શકે છે. કારણ કે હજુ તો પહેલી વખત જ ભૂપેન્દ્ર પટેલને પહિંદવિધી કરવાનો અવસર મળ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ ઘરમાં જ ક્વોરન્ટાઇન થયા છે. રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તો બીજી તરફ કેબિનેટ બેઠક સહિત અન્ય કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી રહી છે કે બપોર સુધીમાં પહિંદ વિધિ કોણ કરશે તેની જાહેરાત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથનું પ્રસ્થાન કરવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

Next Story