Connect Gujarat
ગુજરાત

શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નો પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે.

શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા..
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નો પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસ નેતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત બાદ બંને અલગ થઈ ગયા હતા.

ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે તે વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર શુક્રવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મળ્યા હતા. આ બેઠકની ખરાઈ બંને નેતાઓએ પણ કરી છે પણ તેના પર વિગતવાર કે સત્તાવાર નિવેદન હજુ સુધી નથી આવ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનાં પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસ નૈતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત બાદ બંને અલગ થઈ ગયા હતા.

કોંગ્રેસે ત્યારબાદ પ્રશાંત કિશોરના ભૂતપૂર્વ સહાયક સુનીલ કાના ગોલુ સાથે તેના ચૂંટણી પ્રચાર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, જ્યારે પ્રશાંત કિશોરે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ માટે વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યુ. કાના ગોલુ એ ગયા મહિને પાર્ટી સાથે કામ કરવાનું શરૂ કર્યુ હતુ, કિશોરની કોંગ્રેસ સાથે કામ કરવાની શક્યતા ઓછી લાગતી હતી. સિટિઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ સંસ્થાનાં ભાગરૂપે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનમાં બંનેએ સાથે કામ કર્યુ હતું, ત્યારબાદ કિશોર પોતાના માર્ગે ચાલી નીકળ્યા જ્યારે કે કાના ગોલુ એ ભાજપ સાથે કામ કરવાનું યથાવત રાખ્યું. જણાવવું રહ્યું કે ભાજપ વર્ષ 2017માં ઉત્તરપ્રદેશની ચૂંટણી મોટા માર્જીન થી જીતી હતી.

Next Story