Connect Gujarat
ગુજરાત

વર્લ્ડ બેન્કે AMCને 3 હજાર કરોડની લોન મંજૂર કરી, ગટર અને પાણી નિકાલમાં ખર્ચાશે રૂપિયા

આજથી વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદના પ્રવાસે, AMCની 3 હજાર કરોડની લોન મંજૂર કરી હવે પ્રથમ તબક્કામાં 1 હજાર કરોડના કામ શરૂ કરવામાં આવશે

વર્લ્ડ બેન્કે AMCને 3 હજાર કરોડની લોન મંજૂર કરી, ગટર અને પાણી નિકાલમાં ખર્ચાશે રૂપિયા
X

આજથી વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદના પ્રવાસે, AMCની 3 હજાર કરોડની લોન મંજૂર કરી હવે પ્રથમ તબક્કામાં 1 હજાર કરોડના કામ શરૂ કરવામાં આવશે

અમદાવાદ શહેરનો વિકાસ તેજ ગતિથી આગળ ધપી રહ્યો છે તેમાં પણ ચાર ચાંદ લાગી જાય તેવા સમાચાર મળી રહ્યા છે કે વર્લ્ડ બેન્કે AMCએ માગેલી 3 હજાર કરોડની લોન મંજૂર કરી દીધી છે. મહત્વનું છે કે આજથી વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદના પ્રવાસે છે ત્યારે પાસ કરેલી મોટી લોનના કારણે અમદાવાદનો વિકાસ રોકેટ ગતિએ થશે એ પણ નક્કી છે.

વર્લ્ડ બેન્કે AMCને 3 હજાર કરોડની લોન મંજૂર કરી, ગટર અને પાણી નિકાલમાં ખર્ચાશે રૂપિયા કોરોના કાળમાં અમદાવાદ મનપાની તિજોરી ખાલીખમ થઈ હતી જેને લઈને કોર્પોરેશનમાં બજેટમાં થયેલી જોગાવાઈઓ છતાંય કેટલાય કામ લટકી પડ્યા હતા. પણ હવે અમદાવાદ શહેરમાં ગટર અને પાણી નિકાલની લાઇનો પ્રોજેકટ માટે વર્લ્ડ બેંક ૩ હજાર કરોડની જંગી લોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે જેથી પેન્ડિંગ પડેલા કામો આ નાણાથી ઝડપથી પૂરા કરવામાં આવશે. અમદાવાદીઓને પણ વધારે સુવિધાનો લાભ મળશે.

તો બીજી તરફ AMC વિપક્ષે અમદાવાદના પ્રવાસે આવેલી ટીમને લઈ વર્લ્ડ બેંકના પ્રમુખને મેઈલ કર્યો છે. લોન આપવા અંગે વિપક્ષે વર્લ્ડ બેંકનો આભાર માનતા કહ્યું છે કે હેરિટેજ વારસાની જાળવણી, ટ્રાફિકની સમસ્યા, હવાનું પ્રદુષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વિપક્ષની રજુઆત સાંભળવામાં આવે જેથી સૂચનો આપવા વર્લ્ડ બેંકની ટિમ વિપક્ષને સમય ફાળવે તેવી રજૂઆત કરી છે.

Next Story