Connect Gujarat
ગુજરાત

વિશ્વ દિવ્યાંગ દિવસ : સૌથી મોટા 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા, દિવ્યાંગોને પ્રોસ્ટેટિક્સ લિમ્પસ (કૃત્રિમ પગ) અર્પણ કરાયા

વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700થી વધુ દિવ્યાંગજનોને પ્રોસ્ટેટિક્સ લિમ્પસ (કૃત્રિમ પગ) અર્પણ કરવામાં આવ્યા હતા,

વિશ્વ દિવ્યાંગ દિવસ : સૌથી મોટા 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા, દિવ્યાંગોને પ્રોસ્ટેટિક્સ લિમ્પસ (કૃત્રિમ પગ) અર્પણ કરાયા
X

આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના ગોકુલધામ-નાર અને ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700થી વધુ દિવ્યાંગજનોને પ્રોસ્ટેટિક્સ લિમ્પસ (કૃત્રિમ પગ) અર્પણ કરવામાં આવ્યા હતા. AAતા. 3જી ડિસેમ્બર એટ્લે વિશ્વ દિવ્યાંગ દિવસ... વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના ગોકુલધામ-નાર અને ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700થી વધુ દિવ્યાંગજનોને પ્રોસ્ટેટિક્સ લિમ્પસ (કૃત્રિમ પગ) અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારે પ્રોસ્ટેટીક લિમ્પસ (કૃત્રિમ પગ) 700 જેટલા દિવ્યાંગોને ફીટ કરી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડતાલ ખાતે લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પટ કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર છે, જેના પદાધિકારીઓ પણ સવારથી જ સ્થળ પર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના પદાધિકારીઓએ સંપૂર્ણ તપાસ અને રીવ્યુ કર્યા બાદ મહાન સંતો અને હજારો હરિ ભક્તોની હાજરીમાં 2 વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

Next Story