અંકલેશ્વર માં લોભામણી બચતની સ્કીમો બતાવી ગ્રાહકોને અંદાજીત રૂ.3 કરોડમાં નવડાવી ભેજાબાજો ફરાર.

--રોજીંદી બચત અને ફિક્સ ડીપોઝીટ ની સ્કીમો હેઠળ ગ્રાહકો છેતરાયા.
અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે સહજાનંદ કોમ્પ્લેક્ષ માં ખાનગી ફાઈનાન્સ કંપની જીએસએચપી પ્રોડયુસ તેમજ એન્જલ એલાઈડ દ્વારા રોજીંદી બચત અને ફિક્સ ડીપોઝીટ ની વિવિધ લોભામણી સ્કીમો હેઠળ ગ્રાહકોને ધુતવામાં આવ્યા છે.
અંકલેશ્વર શહેર પોલીસે આ ફાઈનાન્સ કંપની નો ભોગ બનેલ વિજય મોહન પંચાલ ની ફરિયાદ નોંધી તપાસ આરંભી છે ,જેમાં વિવિધ લોભામણી સ્કીમો દર્શાવી આ કંપની ના કરું ભગતો દ્વારા 166 જેટલા એજેન્ટો મારફતે ઉઘરાણી કરવામાં આવતી હતી,પરંતુ પાકતી મુદતે ગ્રાહકોની જમા રકમ પરત ના મળતા આખા કૌભાંડ નો પર્દાફાશ થયો હતો ,અને કંપની ના ભેજાબાજો પણ ઓફિસો ને તળામારી ફરાર થઇ ગયા છે.
શહેર પોલીસે ખાનગી કંપની ના આઠ જેટલા કર્તાહર્તાઓ સામે ઠગાઈ અને છેતરપીંડી ની ફરિયાદ નોંધી તમામ ની ધરપકડ માટેનાં ચક્રોગતિમાં કાર્ય છે.બચત ની વિવિધ લોભામણી સ્કીમો હેઠળ અનેક ગ્રાહકોનાં રૂપિયા ચાઉં કરી અંદાજીત રૂપિયા 3 કરોડ ની છેતરપીંડી કરી હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.