Connect Gujarat
ગુજરાત

ગુજકેટની પરીક્ષા આગામી ૧૦મે ના રોજ યોજાશે.

ગુજકેટની પરીક્ષા આગામી ૧૦મે ના રોજ યોજાશે.
X

ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ચાલી રહી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને મેડિકલ તેમજ એન્જીનિયરિંગ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ફરજિયાત પણે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ ( ગુજકેટ ) આપવાની હોય છે.

આ પરીક્ષા તા. ૧૦ મે ના રોજ યોજાવાની હોવાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા વિતરણની વિગત વાર યાદી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવી છે. માહિતી પુસ્તિકા અને પીન. નં.નું રાજયભરમાં ૪૨ કેન્દ્રો પરથી વિતરણ કરવામા આવશે.

આ સંબંધિત રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓએ યુઝર આઈ ડી-પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓએ ફોટો, હસ્તાક્ષર અપલોડ કરવાના રહેશે તેમજ મોબાઈલ નંબર અને ઈમેઈલની વિગતો ફરજિયાત પણે આપવી પડશે પણ જાણવા મળ્યું છે.

Next Story