Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો,રાજયનાં તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા લગાડો.

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો,રાજયનાં તમામ પોલીસ મથકોમાં સીસીટીવી  કેમેરા લગાડો.
X

cctv

ગુજરાત રાજયભરનાં તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા લગાડવા સંદર્ભે એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટ રાજય સરકાર પાસે આ અંગેનો જવાબ માંગ્યો હતો. જેમાં સરકાર દ્વારા કેમેરાની ગુણવત્તા યોગ્ય ન હોય તેનાં કારણે સીસીટીવી પોલીસ મથકમાં લગાડવામાં વિલંબ થયો હોવાની રજુઆત કરી હતી.

જો કે ઘણા ખરા પોલીસ મથકો હવે સીસીટીવી કેમેરાથી સજજ થઈ ચૂકયા છે, પરંતુ જે પોલીસ સ્ટેશનોમાં હજી પણ સીસીટીવી કેમેરા નથી લાગ્યા તેવા પોલીસ મથકોમાં ૩૧મી માર્ચ સુધી સીસીટીવી કેમેરા લગાડવા નો હુકમ હાઈકોર્ટે કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.

Next Story