Top
Connect Gujarat

ભરૂચમાં દિવ્યાંગ યુવાનો માટે T-૨૦ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૬ યોજાઇ

ભરૂચમાં દિવ્યાંગ યુવાનો માટે T-૨૦ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૬ યોજાઇ
X

ભરૂચ GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તારીખ 22 થી 24 દરમિયાન દિવ્યાંગ યુવાનો માટે T-20 ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ 2016 યોજવામાં આવી હતી.જેમાં સુરત,વડોદરા,અમદાવાદ,રાજકોટની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ટુર્નામેન્ટ ની રસપ્રદ મેચો બાદ તારીખ 24મી ના રોજ ફાઈનલ મેચમાં અમદાવાદ ની ટીમ વિજેતા બની હતી.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સ્પર્ધકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં GNFC નાં વાઈસ પ્રેસિડન્ટ પીયુષ કે.માંકડ,રોટરી ક્લબ નાં સભ્ય રાજેશ પટેલ,સામાજિક કાર્યકર સંજય પ્રજાપતિ,તેમજ સામાજિક સુરક્ષા ખાતા નાં અધિકારી છત્રીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટમાં વિજેતા બનેલ ટીમ તેમજ મેચ માં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર મેન ઓફ ધી મેચ,બેસ્ટ બોલર,બેસ્ટ બેટસ મેન,મેન ઓફ ધી સિરીઝ ના ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.આખા કાર્યક્રમ નું સંચાલન જીતાલી ગામના દિવ્યાંગ યુસુફ પટેલે કર્યું હતું.

Next Story
Share it