ભરૂચ શહેરના રોટરી ક્લબના હોલ ખાતે માતા યશોદા એવોર્ડ સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લાની 1374 આંગણવાડી પૈકી 26 શ્રેષ્ઠ કેન્દ્રોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  ભરૂચ ખાતે યોજાયેલ માતા યશોદા અવોર્ડ પ્રસંગે ભારત સરકારના આદિજાતી કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ વસાવા,જીલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ સહીત આંગણ વાડી કેન્દ્રોની બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
  આ પ્રસંગે ભરૂચ જીલ્લા ની 1374 આંગણવાડી કેન્દ્રો પૈકી 26 શ્રેષ્ઠ કેન્દ્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં બહેનોને રોકડ પુરષ્કાર,પ્રમાણપત્ર તેમજ સાલ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY