Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
X

ગાંધીનગર ખાતે તા.૫/૦૨/૨૦૧૬ના રોજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને સહાયના ચેકનું વિતરણ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે કરાયુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકારે

સાચા અર્થમાં આર્થિક ઉજાસ પૂરો પાડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર ચાર માસના ગાળામાંજ ૯૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને રૂ.૭૦૦ કરોડથી વધુ શૈક્ષણિક શિષ્યવૃતી સહાય, પાઠ્યપુસ્તક અને ગણવેશ સહાય પૂરી પાડવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓ UPSCમાં કારકિર્દી બનાવી શકે તે માટે તમામ જિલ્લા મથકે તાલીમ વર્ગો શરૂ કરીને તાલીમ અપાશે અને પ્રિલીમ પાસ કરનાર દીકરીને રૂ.૯૦ હજાર અને દીકરાને રૂ.૭૫ હજારનું સ્ટાઈપેન્ડ આપવાનું સરકારે નક્કી કર્યું છે..

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સચિવ શ્રી પંકજ જોષીએ જણાવ્યુ હતુ કે NICના સહયોગથી વેબ પોર્ટલ શરૂ કરાયુ છે. જેમાં આજ સુધી ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી છે અને ૯ હજાર વિદ્યાર્થીઓને ૨૮ કરોડથી વધુ રકમ ચૂકવી દેવાઈ છે. આગામી સમયમાં આ યોજનાને આધાર કાર્ડ સાથે જોડી દેવાશે અને આધાર નંબર સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન લાભ મળશે.

Next Story
Share it