Connect Gujarat

રાષ્ટ્રપતિનાં હસ્તે ૫૬ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા

રાષ્ટ્રપતિનાં હસ્તે ૫૬ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા
X

દેશનાં ઉદ્યોગ ક્ષેત્રે , ફિલ્મ ક્ષેત્રે તેમજ સાહિત્ય થકી પોતાનું યોગદાન આપનાર ૫૬ હસ્તીઓને રાષ્ટ્રપતિનાં હસ્તે પદ્મ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

જેમાં દિવંગત ઉદ્યોગ પતિ ધીરૂભાઈ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણનો પુરસ્કાર તેમની પત્ની કોકીલાબહેને રાષ્ટ્રપતિનાં હસ્તે સ્વીકાર કર્યો હતો.

555505d5-eacd-4c87-a1d6-2f9bf1ab46c1

આ કાર્યક્રમમાં અભિનેતા રજનિકાંત, રામોજી રાવ, યામિની કૃષ્ણામૂર્તિ, ગિરીજા દેવી, ડો. વિશ્વનાથ શાંતા અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૈગનાં ભૂતપૂર્વ પ્રમુખ વિનોદરાય, બોલીવુડ એકટર અનુપમ ખેર, રામ સુતાર, ગાયક ઉદિત નારાયણ, એચ. કનૈયાલાલ, બરોજે દરસિંહ હમદર્દ, સ્વામી તેજોમયાનંદ, પ્રોફેસર એન.એસ. રામાતુજા તાતાચાર્ય, પ્રોફેસર ડી. નાગેશ્વર રેડ્ડી, ભારતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદુત રોબર્ટ ડી બ્લેકવિલ, સાયના નહેવાલ, સાનિયા મિર્ઝા અને બેનેટ કોલમેન એન્ડ કંપનીની ઈન્દુ જૈનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.88d65b75-3965-407d-81cd-b4dc315f8d33

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગુરૂ રહેલા સ્વર્ગીય દયાનંદ સરસ્વતીને મરણોપરાંત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.51e21a41-2c52-4e7b-a5e4-11d3325b3ab0

જયારે ફિલ્મ અભિનેતા અજય દેવગણ, પ્રિયંકા ચોપડા, ડિરેકટર મધુર ભંડારકર અને એમ.એસ.રાજમૌલીને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત ગુલાબો સપેરા, માલિની અવસ્થી, પ્રતિભા પ્રહલાદ તથા દિપીકા કુમારી અને મોહમ્મદ ઈમ્તિયાઝ કુરૈશી સહિત ૪૩ હસ્તીઓ તેમજ સાહિત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર ભિખુદાન ગઢવી, ડાહયાભાઈ શાસ્ત્રી, ડો. સુધીર શાહ, દિલીપ સંઘવીને પદ્મશ્રી થી સન્માનિત કરાયા છે.1dc89eb7-a9be-4fb1-ab65-c582b2a864cb

આ પ્રસંગે ઉપરાષ્ટ્પતિ હામિદ અંસારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહયા હતા.

Next Story
Share it