Connect Gujarat
ગુજરાત

વાલીયાનાં રંગ ઉપવન ખાતે તા-૧૦ થી ૧૨ એપ્રિલ દરમ્યાન અવધુત પરિવાર દ્વારા જ્ઞાનયજ્ઞ યોજાશે.

વાલીયાનાં રંગ ઉપવન ખાતે તા-૧૦ થી ૧૨ એપ્રિલ દરમ્યાન અવધુત પરિવાર દ્વારા જ્ઞાનયજ્ઞ યોજાશે.
X

વાલીયાનાં રંગ ઉપવન ખાતે આગામી તારીખ ૧૦ થી ૧૨ એપ્રિલ દરમ્યાન અવધુત પરિવાર દ્વારા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

વાલીયા વિભાગ અવધુત પરિવાર દ્વારા રંગ ઊપવન ખાતે યોજાનાર જ્ઞાનયજ્ઞનાં ભાગ રૂપે હાલમાં દરરોજ સવારે ૬.૩૦ થી ૮ કલાક દરમ્યાન ત્રિદલ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. શિવરાત્રિથી રામનવમી સુધી વાલીયા, ઝઘડીયા તથા કોસંબાને માંગરોલ પંથકનાં ૬૦ જેટલા ગામોમાં દૈનિક પારાયણ પણ કરવામાં આવી રહ્યુ છે.

ત્રિદલ કાર્યક્રમનો હેતુ જણાવતા અવધુત પરિવારનાં આયોજકોએ જણાવ્યુ હતુ કે અગાઉ રંગ અવધુત મહારાજ પાદુકા સ્વરૂપે આ વિસ્તારના ગામોમાં પધાર્યા હતા. પરંતુ આ વર્ષે અવધુત પરિવારોનાં ઘરોમાં દત્તબાવની, દત્તદશક તથા દત્તશરણાષ્ટકમ્ સ્ત્રોતનું પારાયણ કરવામાં આવશે. રંગ ઉપવન ખાતે યોજાનાર “ અબ ખુબ હઁસો “ જ્ઞાનયજ્ઞમાં પારડીનાં સ્વામી નિજાનંદ સરસ્વતીજી પ્રવચન આપશે.

Next Story