વાલીયાનાં તાલુકા હેલ્થ કચેરી ખાતે તા- ૧૩મી માર્ચનાં રોજ ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ અંકલેશ્વરની કોરોમંડલ ઈન્ટરનેશનલ લી. ના સહયોગથી સર્વાઈકલ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કંપનીનાં યુનિટ હેડ કે.વી.પટેલ, સેક્રેટરી નિર્મલા નાયર, FMO ડો. નિરવ સરવણ, ઉર્વશી પટેલ, સચિન પડવાલ, વરૂણ રાણા, ગૌરવ સિંઘ તથા એમ.આર.મિર્ઝા તથા તાલુકા હેલ્થ ઓફિસર વાલીયા ડો.એ.એન.સિંઘ અને નેત્રંગ વાલીયા અને ઝઘડિયાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસરો તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ નિ:શુલ્ક સર્વાઈકલ કેન્સર નિદાન કેમ્પમાં ૨૦૦ થી વધુ દર્દીઓને તબીબોએ પેપ સ્મિયર ટેસ્ટ કરી સારવાર આપી હતી.

LEAVE A REPLY