Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરના પારડી ઇદ્રીશ ગામે તબેલામાંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

અંકલેશ્વરના પારડી ઇદ્રીશ ગામે તબેલામાંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ.
X

ચોરીના ઈરાદે આવેલા શખ્સો સ્થાનિકો જાગી જતા ત્રણ મોટર સાયકલ છોડીને ફરાર થઈ ગયા

અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીશ ગામ ખાતે એક તબેલામાંથી ગાયની ચોરીનો પ્રયાસ ત્રણ અજાણ્યા ઇસમોએ કર્યો હતો, જો કે સ્થાનિકો જાગી જતા ત્રણેય મોટર સાયકલ છોડીને ફરાર થઈ ગયા હતા.

bike 2

અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીશ ગામ ખાતે રહેતા મહેશ ગણપતભાઈ પટેલનાઓ તબેલાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાત્રી દરમ્યાન અજાણ્યા ત્રણ ઇસમો બાઈક લઈને તેઓના તબેલા પર આવ્યા હતા અને ગાય ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે તબેલામાંથી અવાજ આવતા મહેશ પટેલ સહીત સ્થાનિક લોકો જાગી જઈને બુમાબુમ કરતા ગાય ચોરી માટે આવેલા ત્રણેય શખ્સો પોતાની ત્રણ મોટર સાયકલ સ્થળ પર જ મુકીને ભાગી ગયા હતા.

ઘટના અંગે મહેશ પટેલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદ નોંધી ત્રણ મોટર સાયકલ કબજે લીધી હતી, તેમજ મોટર સાયકલના નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ તાલુકા પોલીસે શરુ કરી છે અને ગાય ચોરી પાછળ તેઓનો ઈરાદો શું હતો તે અંગે જાણવા પ્રયત્નો પણ પોલીસ કરી રહી છે.

Next Story