Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની એસ.વી.એમ. શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો.

અંકલેશ્વરની એસ.વી.એમ. શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો.
X

શાળા સંકુલ ખાતે હોળી પર્વ નિમિતે રંગોત્સવ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

અંકલેશ્વર શહેરનાં દિવા રોડ જલારામ નગર સ્થિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાને જીલ્લાની સર્વ શ્રેષ્ઠ શાળાનું બિરૂદ પ્રાપ્ત થયુ છે. આ ઉપરાંત શાળામાં તારીખ 21મીના રોજ રંગોત્સવ સહિત ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દરેક જીલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી પસંદગી કરીને શ્રેષ્ઠશાળા તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ભરૂચ જીલ્લાની એસ.વી.એમ ગુજરાતી માધ્યમ શાળાનાં ગુણવત્તા સભર સિક્ષણ, માળખાગત સુવિધાઓ બદલ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે.

school

ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી શાળાને જીલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવી હતી, જે અંતર્ગત શાળાને સરકાર તરફથી રૂ. ૧ લાખ રોકડ ઈનામ, પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત તા. ૨૧મીનાં રોજ એસ.વી.એમ શાળા ગુજરાતી માધ્યમ ખાતે હોળી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ હોળી નાટક, ગીત દ્વારા હોળીનાં રંગોત્સવની ઉજવણી કરી હતી.વધુમાં વર્ષ દરમ્યાન શાળામાં યોજાતી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story