Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા ગુજસેલ દ્વારા રાજય સરકારને રજુઆત કરાઈ

અંકલેશ્વરમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા ગુજસેલ દ્વારા રાજય સરકારને રજુઆત કરાઈ
X

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં કારણે ગોલ્ડન કોરીડોર તરીકે ઓળખાય છે. તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર – ૮ કે જે મુંબઈ અમદાવાદ વચ્ચે માર્ગ પરિવહન માટે મહત્વનો ગણાય છે. આ ઉપરાંત મુંબઈ, અંકલેશ્વર વચ્ચે ઔદ્યોગિક વ્યવહાર પણ સરળ રીતે પાર પાડી શકે છે.

જે સુવિધાઓને ધ્યાનમાં રાખી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લી. ( ગુજસેલ ) દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અંકલેશ્વરમાં વિમાનનાં મેન્ટેનન્સ, તેની જાળવણી અને સંપૂર્ણ મરામત કરવા માટે સુવિધા સભર એવિએશન ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા સંદર્ભે રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં છેલ્લા ઘણા વર્ષોથી એરપોર્ટ માટેની કામગીરી ચાલી રહી છે, જે હજી પણ અધુરી રહી છે, ત્યારે ગુજસેલનો જો પ્રસ્તાવ રાજય સરકાર મંજુર કરેતો આવનાર સમયમાં વિમાન મથક પણ કાર્યરત થઈ જશે તેવી શક્યતાઓ પણ વ્યકત કરાઈ રહી છે.

Next Story