Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર એસ્ટેટને પ્રદુષણ મુક્ત કરવા એક્શન પ્લાન ઘડાયો

અંકલેશ્વર એસ્ટેટને પ્રદુષણ મુક્ત કરવા એક્શન પ્લાન ઘડાયો
X

એશિયા ની સૌથી મોટી ઓદ્યૌગિક વસાહત એટલે અંકલેશ્વર ઓદ્યૌગિક વસાહત - અંકલેશ્વર વિશ્વમાં સૌથી વધુ કેમિકલ નું ઉત્પાદન કરે છે, ઉત્પાદન અને ઉદ્યોગીકરણ ની દ્રષ્ટી એ ખ્યાતનામ અંકલેશ્વર એની પ્રદુષિત નદિયોં અને પર્યાવરણ ના કારણે પણ પ્રખ્યાત છે પરંતુ વધતા જતા પ્રદુર્ષણ ને ડામવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર ઓદ્યૌગિક વસાહત માં કેટલાક અગત્યના અને કડક પગલા ભરવામાં આવ્યા છે.

ભરૂચ જીલ્લા માં 8 જેટલા ઓદ્યોગિક વિસ્તારો આવેલ છે જેમાં અંકલેશ્વર સૌથી મોટો વિસ્તાર ધરાવે છે, અંકલેશ્વર ઓદ્યૌગિક વસાહત માં એક સમયે 1500 જેટલા ઉદ્યોગો કાર્યરત હતા પરંતુ 7 વર્ષ અગાઉ અંકલેશ્વર ને ક્રીટીકલ ઝોન તરીકે ડીક્લ્યેર કરયો હતો. આ ઓદ્યૌગિક વિસ્તાર માં નવાઉદ્યોગો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યું હતું, વધી રહેલા પ્રદુષણ ના કારણે તમામ ઉદ્યોગો ના વિસ્તૃતીકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યું હતું। છેલા 8 વર્ષ થી અત્યાર સુધી અંકલેશ્વર ના ઉદ્યોગો અને ઓદ્યૌગિક મંડળો દ્વારા રૂપિયા 400 કરોડ ઉપરાંત ના ખર્ચે પરીયાવર્ણ સુધારવા વિભીન્ન ક્ષેત્રે ખર્ચા કરવામાં આવ્યા છે. આજે અંકલેશ્વર ખાતે પર્યાવરણની દ્રષ્ટી એ ઘણું સુધાર જોવા મળ્યું છે ત્યારે આ પરિસ્થીતી ને જાળવી રાખવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર ઓદ્યોગિક વિસ્તાર માં CCTV ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને આ cctv નું એક કંટ્રોલ રૂમ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર ખાતે ઉભું કરવામાં આવ્યું છે જ્યાં સીનીયર અધિકારી રોઉંડ ધી કલોક મોનીટરીંગ પણ કરે છે. આ કેમેરા ઓદ્યોગિક વિસ્તાર ના તમામ મુખ્ય માર્ગો તથા આમલાખાડી પર પણ લગાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ બે જવાબદાર ઉદ્યોગ જાહેર માં અથવા ખાડીમાં પ્રદુષિત પાણી નું નિકાલ ના કરી શકે.

Ascbe5mARJgUU6yy8cxp7oii8BFGKErC_n4nX1bNoqf0

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર ના અધિકારીઓની વારમ વાર ની રજુઆતોના ભાગરૂપે જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા માં કેટલાક અગત્ય ના જાહેરનામાં પણ બહાર પાડવામાં આવ્યા છે. જાહેરનામાંની મદદ થી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બેજવાબદાર ઉદ્યોગો અને કેટલાક અસામાજિક તત્વો ઉપર કડક પગલા પણ ભરવા માં આવ્યા છે. ભારત ભરમાં માં પ્રદુસણ ફેલાવાના ગુન્હા માં જો કોઈ ને પાસા ની કલમ હેઠળ ધરપકડ થઇ હોય તો એ ભરૂચ જિલા નું એક માત્ર ઉદાહરણ છે,

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર દ્વારા કેટલાક કડક પગલા પણ ભરવા માં આવ્યા છે જેમાં બેજવાબદાર ઉદ્યોગો ને ક્લોઝર હુકમ, ક્લોઝર નોટીસ અને કારણ દર્સક નોટીસ નું સમાવેશ થાય છે।

2014 2015

ક્લોજર 117 156

ક્લોજર નોટીસ 56 118

કર્ન્દાર્સક નોટીસ 203 82

આ ઉપરાંત ઉદ્યોગપતિઓ વિરુધ 10 થી વધુ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, દ્વારા કડક વલણ અપનાવામાં આવ્યું છે પરંતુ હાલ પણ કેટલાક પર્યાવરણ પ્રેમીઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉપર બેદરકારી ના માછલા ધોવે છે અને ઘટી રહી ઉદ્યોગો ની સંખ્યા પાછળ GPCB નું વગર જાતનું કડક વલણ જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે.

Next Story