Connect Gujarat

અંકલેશ્વર માં મોબાઈલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

અંકલેશ્વર માં મોબાઈલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
X

ભરૂચ જિલ્લાનાં વિદ્યાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ સાથે સંકળાયેલ છે. આ વિદ્યાર્થીઓમાં શૈલ ગાંધી, કેતુલ તલસાનિયા સહિતનાં વિદ્યાર્થીઓએ ગરીબ વિસ્તારોમાં જઇને સ્વયંસેવકો તરીકે સેવા આપી રહયા છે. તેઓ દ્વારા સંચાલિત વર્ક ૨ હેલ્પ નામનું ઓર્ગેનાઇઝેશન થકી રાજ્યનાં વિવિધ શહેરો તથા ગામડાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ પ્રસરાવી છે.

1આવી જ એક પ્રવૃત્તિના ભાગ રૂપે અંકલેશ્વર GIDC ની લાયન્સ સ્કૂલ ખાતે સિવીલ હોસ્પિટલ અમદાવાદની બ્લડબેંકનાં ડોક્ટર ભાર્ગવ પ્રજાપતિ, કોર્ડિનેટર નલીન સુનેશરાનાં સહયોગથી મોબાઈલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૮૦ થી વધુ રકતદાતાઓએ રકતદાન કરીને શિબીરને સફળ બનાવી હતી.

Next Story