Connect Gujarat
દેશ

કોલકાતા ના ઇડન ગાર્ડન ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે.

કોલકાતા ના ઇડન ગાર્ડન ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે.
X

ટી-20 વર્લ્ડ કપ ના મુકાબલામાં તારીખ 19મી શનિવાર રોજ સાંજે 7:30 કલાક થી કોલકાતા ના ઇડન ગાર્ડન ખાતે ભારત અને પાકિસ્તાન બે કટ્ટર હરીફ ટીમો વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો ક્રિકેટ જંગ રમાશે.અત્યાર સુધીમાં ટી-20 વર્લ્ડ કપ માં ભારતે પાકિસ્તાને તમામ મેચોમાં હાર આપી છે.તેથી આ મેચ માં પણ ભારતની જ જીત થશે તેવી આશા ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહી છે.શનિવારનો દિવસ હોય આ રોમાંચક મુકાબલાની મજા માણવા માટે ઘણા ખરા જાહેર સ્થળો પર એલઈડી ટીવી સ્ક્રીન લગાવવા માં આવ્યા છે.ઉપરાંત બપોર બાદ બજાર,જાહેર રસ્તા ઓ સહીતની જગ્યાઓ સુમસાન બની જશે.અને મેચ ની પળે પળ ની ક્ષણો નિહાળવા માટે ક્રિકેટ રસિયાઓ એ આગોતરી તૈયારીઓ કરી લીધી છે.

Next Story