Connect Gujarat
ગુજરાત

ગુજરાતીઓનું વેકેશનનું આયોજન શરુ.

ગુજરાતીઓનું વેકેશનનું આયોજન શરુ.
X

ગરમીની મોસમમાં ઠંડા પ્રદેશો પ્રવાસીઓની પહેલી પસંદ.

kashmir

શાળા કોલેજો માં વાર્ષિક પરિક્ષાઓ પ્રારંભ થવાની તૈયારી માં છે, જયારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ બોર્ડ પરિક્ષાઓ લેવામાં આવામાં આવી હતી. જે પૂર્ણ થયાબાદ હવે શાળા કોલેજોમાં પરિક્ષા પર્વની શરૂઆત થનાર છે. એક તરફ પરિક્ષા ફીવર છે તો ઉનાળુ વેકેશાન માં ક્યાં ફરવા જવું તેની મથામણ પણ લોકો કરી રહ્યા છે.

manali4

ગ્રીષ્મની અંગ દઝાડતી ગરમી સામે થોડા દિવસ માટે પણ રાહત મેળવવા અને પ્રવાસની પણ મજા આવે તેવા સ્થળ તરીકે લોકો ઠંડા પ્રદેશો, હિલ સ્ટેશન પર પસંદગી ઉતારી રહ્યા છે. ટ્રાવેલ એજન્ટો પાસે ખાસ કરીને મે મહિનામાં પ્રવાસનું બુકિંગ વધુ થયું હોવાનું જાણવા મળે છે. જેમાં ઉત્તર ભારતના શિમલા, કુલ્લુ, મનાલી, શ્રીનગર, સહીત હિલ સ્ટેશન ના એડવાન્સ બુકિંગ વધુ થયા હોવાનું કહેવાય છે. જયારે ટૂંકા પ્રવાસમાં ગોવા,માઉન્ટ આબુ જેવા સ્થળો પણ પ્રવાસમાં બાકાત રહ્યા નથી.

MANALI 1

માત્ર ભારતનાજ રમણીય અને રોમાંચ થી ભરપુર જ સ્થળો નહિ પરંતુ હવે પોતાના બજેટ માં બંધ બેસતા વિદેશ પ્રવાસના શોખીનો ની સંખ્યા પણ વધી રહી છે. જેમાં દુબઈ,પટાયા,બેન્કોક,સિંગાપુર,થાઈલેન્ડ સહિતના વિદેશ ના પ્રવાસન દેશો પણ ટુર શોખીનો ની પહેલી પસંદ રહેતા હોવાનું ટ્રાવેલર દ્વારા જાણવા મળ્યું છે.

Next Story