Connect Gujarat
સમાચાર

ચોકલેટ અને પિત્ઝા સૌથી એડિક્ટિવ ફૂડ

ચોકલેટ અને પિત્ઝા સૌથી એડિક્ટિવ ફૂડ
X

ચોકલેટ અને પિઝા સૌથી વધુ એડિક્‍ટીવ ફૂડ્‍સ હોવાનું એક નવા અભ્‍યાસમાં જણાવાયું છે. અભ્‍યાસમાં જણાવ્‍યા પ્રમાણે આ હાઈ પ્રોસેસ્‍ડ ફૂડ્‍સને ઈટીંગ ડિસઓર્ડર્સ અને બિહેવિયર સાથે સીધો સંબંધ છે.

આ અંગે સંશોધકોની ટીમે કોમન એડિક્‍ટીવ ફૂડ્‍સ પર સંશોધન કર્યું હતું.જેમા વિવિધ ૩૫ ફૂડ આઈટેમ્‍સનું વિશ્‍લેષણ કર્યું હતું અને ૧૨૦ અંડરગ્રેજયુએટ્‍સ તથા ૪૦૦ જેટલા પુખ્‍તોનો સર્વે કર્યો હતો. આ સંશોધન માટે ટીમ દ્વારા યેલ ફૂડ એડિક્‍શન સ્‍કેલનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. સંશોધકોના કહેવા પ્રમાણે પ્રોસેસ્‍ડ ફૂડ ઈટીંગ ડિસઓર્ડર સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવે છે. હાઈ પ્રોસેસ્‍ડ ફૂડને કારણે વધારાની ચરબી કે રિફાઈન્‍ડ કાર્બોહાઈડ્રેટ્‍સનું જોખમ રહેલું હોય છે. ઘણી ચીજો એવી હોય છે કે જયાં સુધી તેને પ્રોસેસ કરવામાં ન આવે ત્‍યાં સુધી તે એડિક્‍ટિવ બનતી નથી. જેમકે રિફાઈન્‍ડ અફીણ કે દ્રાક્ષ જયાં સુધી પ્રોસેસ કરવામાં ન આવે ત્‍યાં સુધી કેફી બનતા નથી. પ્રોસેસ્‍ડ ફૂડના વ્‍યસનથી બિહેવિયરમાં પણ ફેરફાર થતો હોવાનું સંશોધકોએ કહ્યું હતું. આ અભ્‍યાસ લેખ યુએસ નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવ્‍યો છે.

એડિક્‍ટિવ ખાઘ ચીજોમાં ચોકલેટ સૌથી ટોચ પર છે, જેના પછી પિઝા આઈસક્રીમ, ફ્રેન્‍ચ ફ્રાઈઝ, કૂકીઝ , ચીઝ, બેકન, પ્રેત્‍ઝલ્‍સ, ફ્રાઈડ ચિકન, સોડા અને કેક જેવી ચીજો પણ ટોપ-૨૦ એડિક્‍ટિવ ખાઘ ચીજોની યાદીમાં સામેલ છે. નોન-પ્રોસેસ્‍ડ ફૂડ કરતા પ્રોસેસ્‍ડ ફૂડમાં ઉચ્‍ચત્તમ સ્‍તરે ગ્‍લાયસેમિક તત્‍વો અને ફેટ રહેલા હોય છે.

Next Story