Connect Gujarat
સમાચાર

ડાંગના પહાડી પ્રદેશ ની રાજધાની સરિતા ગાયકવાડ.

ડાંગના પહાડી પ્રદેશ ની રાજધાની સરિતા ગાયકવાડ.
X

ખુબ જ વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના ધ્યેય સાથે જીત્યા અનેક મેડલ્સ.

રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થકી રાજ્યના અંતરિયાળ વિસ્તાર હોયકે પછી ખૂણે ખૂણે રમતવીરો માં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે શ્રેષ્ઠતમ સાબિત થઇ રહ્યો છે.ત્યારે તાજેતર માં જ રાજ્ય માં સંપન્ન થયેલા ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી ડાંગ જીલ્લા નાં કરાડી આંબા ગામની કુમારી સરિતા ગાયકવાડ આગામી દિવસોમાં ડાંગ જીલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવા માટે સજ્જ થઇ રહી છે. ફેબ્રુઆરી માસમાં વડોદરા ખાતે યોજાયેલી રાજયકક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધામાં ડાંગની આ રાજધાની તરીકે ઓળખાતી સરીતાએ ૨૦૦મીટર,૪૦૦ મીટર,૪૦૦ મીટર વિઘ્રદોડ,૪/૪૦૦રીલે દોડ માં રાજયકક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરી,ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે,તો /૧૦૦ની સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો છે.

ડાંગ જીલ્લાની પૂર્વપટ્ટીનાં સરહદી વિસ્તાર એવા કરાડી આંબા ગામે સાધારણ પરિવારમાં જન્મેલી સરિતા ગાયકવાડે નાનપણથી જ અભ્યાસ કરતા,રમત ગમત સ્પર્ધાઓમાં વધારે રસ દાખવ્યો હતો,અને તેણીનો આ શોખ જ જીવન ઘડતર માટેની ઉંચાઈ સ્તર કરવાની સીડી બનવાની સાથે ખુબજ વિષમ પરિસ્થિતિમાં રહેતા પોતાના પરિવારને માન સન્માન અપાવી આગવી ઓળખ બનાવવા માટે નિમિત બન્યો છે.હાલમાં એસ.વાય.બી.એ.માં નવસારી જીલ્લા નાં વેપારી મથક ચીખલીની કોલેજમાં અભ્યાસ કરતી સરિતા ગાયકવાડ ધોરણ ૧૨ સુધી ખો-ખો ની રમતમાં ભાગ લેતી હતી,પરંતુ ખો-ખો ની રમતએ ટીમની રમત છે.તેમાં વ્યક્તિગત સિદ્ધિ ક્યાંક દબાઈ રહી છે.અને બસ તેણીએ વ્યક્તિગત પ્રતિભાને ખીલવવા માટે રમત સ્પર્ધામાં દોડવીર બનવાનું લક્ષ કેળવ્યું,પી.ટી.ઉષાને પોતાની આદર્શ માનતી સરિતા ગાયકવાડે ફક્ત ત્રણ જ વર્ષનાં ટૂંકાગાળામાં દોડ માં અનોખી સિદ્ધિઓ હાંસલ કરીને,ગોલ્ડ અને સિલ્વર મેડલોનો ખડકલો કરી દીધો છે.

Saria Gayakwad photo01

સરિતા ગાયકવાડે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખો-ખો અને દોડની રમતમાં નાનપણથીજ ખુબજ રૂચી હતી,પિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ અને માતા રૂમીબહેન તેમજ બે બહેનો અને એકભાઈ સાથે ઉછરેલી સરિતાએ ડાંગ જિલ્લાના પાડોશી મહારાષ્ટ્ર રાજ્યનાં ખેતરોમાં દાડમ અને દ્રાક્ષની વાડીઓમાં મજુરીકામ પણ કરીને પરિવારને મદદરૂપ થતી હતી,ખેત મજુરી કરતા માતા પિતા એ પણ પોતાની દીકરી ને ક્યારેય રમત-ગમત ક્ષેત્રથી દુર રહી પરિવારને કામકાજ માં મદદરૂપ થવા જણાવ્યું નથી,ઉલટાનું દીકરી નાં દોડવીર નાં સપનાને સાકાર કરવા પરિવારે પુરતો સહયોગ આપી હૂંફ રૂપી ઇંધણ પૂરું પાડ્યું છે.

રાજ્ય સરકારનાં રમત ગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી સરિતા ગાયકવાડે હાલમાં નડીયાદ ખાતેની સ્પોર્ટ્સ એકેડમીમાં સઘન તાલીમ મેળવી રહી છે.રાજ્ય સરકારનાં ખેલ મહાકુંભમાં મળેલી સિદ્ધિ બદલ તેણીને તેની ફિટનેસ જાળવી રાખવા માટે આર્થિક સહયોગ પણ મળી રહ્યો છે.રાષ્ટ્રીયકક્ષાનાં કેરેલીયન કોચ અજી મોહન પાસે સઘન તાલીમ મેળવી રહેલી સરિતા ગાયકવાડે નાનપણ માં પી.ટી.ઉષાનું નામ લોકમુખે ચર્ચાતું સાંભળ્યું હતું,અને તેણીને પણ લોકો પી.ટી.ઉષા તરીકે ઓળખતા થાય તેવી મહેચ્છા થતી હતી,અને મારા માતા પિતા,મારો પરિવાર,મારું ગામ સૌ કોઈ મારા ઉપર ગૌરવ લઇ શકે તેવું કંઈક કરવું જોઈએ,અને એના માટે ભારતનાં વાડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આ ખેલ મહાકુંભનું આયોજન ન કરે તો અમારા જેવા કંઈ કેટલાયે ખેલાડીઓ કાળની ગર્તા માં ધકેલાઈ જાત,તેઓની આ થીમ વર્તમાન રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ખેલ મહાકુંભ ની મશાલ ને આગળ ધપાવતા મારા માટે લક્ષ્ય સુધી પહોંચવાની સુવર્ણ તક લઈને આવ્યો તેથી રાજ્ય સરકાર નો પણ તે આભાર વ્યક્ત કરી રહી છે.

સરિતા ગાયકવાડનાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ રાજ્ય સરકાર તરફ થી તેમજ કોઈક સ્પોન્શર તરફથી આર્થિક સહાય મળી રહી છે.જે તેની માટે ખુબજ ઉપકારક સાબિત થઇ રહી છે.આગામી દિવસોમાં રમત ગમત માં ડાંગ જીલ્લાને તથા રાજ્ય ને ગૌરવાંતિત કરીને,સ્પોર્ટ્સ કોટા માં ઇન્કમટેક્ષ ઓફિસર બનવાનું સમણું જોતી આ આદિવાસી યુવતી હાલમાં નડીયાદ ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન કપ કે જે સંભવતઃ રાજધાની દિલ્હીમાં યોજાનાર છે.તેમાં રાષ્ટ્રીય કક્ષા ની પસંદગી સમિતિ ની નજરમાં વસવા માટે મહેનત કરી રહી છે.૪00મીટરની આ સ્પર્ધા માટે હાલ ૫૫સેકન્ડનો ટાઈમ લેતી ડાંગની આ રાજધાની ૫૪સેકન્ડનાં લક્ષ માટે દોડી રહી છે.તે પૂર્વે સરિતા ગાયકવાડે સને૨૦૧૩માં ૨00મીટર અને ૪00મીટર માં ગોલ્ડ મેડલ બાદ અને સને ૨૦૧૪ નાં વર્ષમાં ઉડ્ડુપી(કર્ણાટક)ખાતે યોજાયેલી ૨00મીટરમાં ગોલ્ડ મેડલ(૨૫.0૫સેકન્ડ)૪00મીટર માં સિલ્વરમેડલ(૫૫.0૫સેકન્ડ),સને ૨0૧૫માં જમ્મુ કાશ્મીર માં યોજાયેલી ૪00મીટર ની સ્પર્ધા નો સિલ્વર મેડલ (૫૭.૮૪સેકન્ડ),પટીયાલા ખાતે યોજાયેલી ઇન્ટર યુનિવર્સિટીની ૪00મીટર ની સ્પર્ધાનો સિલ્વર મેડલ(૫૬.૩૦સેકન્ડ)મેંગ્લોર ખાતે યોજાયેલી ૪00 મીટર નો બ્રોન્ઝ (૫૫.૧૪સેકન્ડ)અને હાલમાં જ સને ૨૦૧૬નાં ખેલ મહાકુંભમાં વડોદરા ખાતે ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવીને સરિતા હવે સઘન તાલીમ મેળવીને એથ્લેટીક્સમાં દોડમાં કાઠુ કાઢીને આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માં ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાની ખ્વાહીશ ધરાવી રહી છે.

Next Story