Connect Gujarat
ગુજરાત

નર્મદા નદીનાં જળ સ્તરમાં ઘટાડો થતા પાણીની કિલ્લત સર્જાઈ

નર્મદા નદીનાં જળ સ્તરમાં ઘટાડો થતા પાણીની કિલ્લત સર્જાઈ
X

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને પાણીથી તરબોળ કરાયુ તો પાવન શલીલા માઁ નર્મદાની ગોદમાં જ રહેતા લોકો તરસ્યા રહેશે?

પાવન શલીલા માઁ નર્મદા નદીમાં જળસ્તર સતત ઘટી રહયા છે, જેના કારણે પાણીની ગંભીર સમસ્યા ઉદ્દભવવાની ભીતી સેવાઈ રહી છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સુધી નર્મદા નદીનાં પાણી પહોંચાડવામાં આવ્યા છે.ત્યારે નર્મદા તેમજ ભરૂચ જીલ્લામાં નદીનું પાણી સુકાઈ રહયુ છે.

narmada 2

ગુજરાતની જીવાદોરી સમાન માઁ નર્મદા કે જેની ગોદમાં વસ્યા છે અનેક પૌરાણીક પાવન યાત્રા ધામો અને કહેવાય છે કે નર્મદા માતાનાં માત્ર દર્શનથી ભકતોનાં પાપોનો નાશ થઈ જાય છે. લોકોની આસ્થા અને અતુટ શ્રધ્ધા જે નદી સાથે જોડાય છે તે માઁ નર્મદા નદી ખુદ હવે પાણીનો પોકાર કરી રહી છે.

નર્મદાનાં વહેતા નીરથી કિનારાનાં ગામોની ખેતી સજીવ રહેતી, લોકો મીઠા પાણી થી તરબોળ રહેતા અને વિવિધ ધાર્મિક વિધી અને કાર્યો માટેનું પાવન સ્થાન પણ માનવામાં આવે છે ત્યારે ખુદ હવે નદીનાં જ જળ સુકાઈ રહયા છે ત્યારે ભકતોમાં પણ વિરોધ જોવા મળી રહયો છે.

જાણવા મળ્યા મુજબ એક સમયે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૬૦૦ ક્યુસેક પાણી રોજ છોડવા માટેનું આયોજન હતુ પરંતુ હવે તેમાં પાણી છોડવામાં ન આવતા પરિસ્થિતી ખૂબજ વિકટ બની રહી છે.

નર્મદા નદી કિનારે વસેલા પવિત્ર યાત્રા ધામો, ચાણોદ, પોઈચા, કબીરવડ સહિતની જગ્યાઓ પર અનેક યાત્રાળુઓ દર્શન અર્થે જાય છે પરંતુ વર્તમાન પરિસ્થિતીમાં નદીનાં જળ સ્તર ઘટવાનાં કારણે યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે. ધૂળેટી પર્વ નિમિત્તે કબીરવડ ખાતે પણ હજારોની સંખ્યામાં યાત્રીઓ ઉમટયા હતા.પરંતુ નદીમાં પાણી ઓછુ હોવાથી યાત્રીઓ નૌવકા વિહાર કરી શકયા ન હતા અને નાવિકોએ પણ તેઓનાં રોજગાર પર નદીમાં પાણી ઘટવાથી ગંભીર અસર પહોંચી હોવાનાં આક્ષેપો કર્યા છે.

narmada 1

સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર નર્મદા કંટ્રોલ ઓથોરિટી – દિલ્હી દ્વારા જ નર્મદા નદીમાં પાણી નહીં છોડવા માટેનો હુકમ કરાયો છે. કારણકે ડેમમાં પણ જળસ્તર ઓછા હોવાના કારણે અને સૌરાષ્ટ્રમાં જો પાણી છોડવાનું બંધ કરાય તો ત્યાંની પરિસ્થિતી ભરૂચ – નર્મદા જીલ્લા કરતા પણ વધુ વિકટ બની શકે છે જેનાં કારણે પણ હાલમાં નદીમાં પાણી છોડવામાં આવતુ ન હોવાનું જાણવા મળી રહયુ છે.

Next Story