Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ગરમીનો પારો વધતા હાલ બે હાલ.

ભરૂચમાં ગરમીનો પારો વધતા હાલ બે હાલ.
X

તાપમાનમાં ફેરફારની સ્થિતીનાં પરિણામે ઈન્ફેક્શનનાં કેસો વધ્યા.

ગ્રીષ્મ ઋતુની શરૂઆતથી જ લોકો અંગ દઝાડતી ગરમીનો સામનો કરી રહયા છે. ગરમીનું પ્રમાણ વધતા ઉકળાટ સામે ઠંડક મેળવવાનાં ગતકડા પણ કરવામાં આવી રહયા છે અને જેનાં પરિણામે ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો જોવા મળી રહયો છે.

સવારની શરૂઆત થોડીક ઠંડક સાથે થયા બાદ ૧૦ વાગ્યા પછી જેમ જેમ દિવસ ચઢતો જાય છે તેમ તેમ ગરમીનો પારો પણ વધતા અંગ દઝાડતી તાપથી લોકો પરેશાન થઈ રહયા છે.

જાણવા મળ્યા મુજબ દિવસ દરમિયાન ગરમીનો પારો ૩૮ થી ૩૯ સે. ડિગ્રી નોંધાઈ રહયુ છે ,ગરમીની શરૂઆત જ આટલી આકરી છે તો ગ્રીષ્મનો મધ્યાહન અને અંત કેવો હશે તેની કલ્પના પણ બેહાલ કરી નાખે તેવી છે અને જાણકારોનાં મતે એપ્રિલ થી મે સુધીમાં ગરમી ૪૩ સે. ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે.

બદલાતી સિઝનમાં ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણા કે ઠંડા પાણી પર વધારે આધાર લોકો રાખે છે. પરંતુ એકાએક ગરમી સામે રાહત મેળવવાનો આ નુશ્કો ભારે પણ પડી રહયો છે અને ઈન્ફેક્શનનાં કેસો માં વધારો જોવા મળી રહયો છે.

તબીબોનાં મતે શકય હોય તો ગરમીમાં બહાર જવાનું ટાળવાની સાથે વધુ પ્રમાણમાં ઠંડા પીણાનો ઉપયોગ ન કરવો અને ઘરમાં જ બનેલા ખોરાક લેવો તેમજ બહારનાં ખોરાકથી દુર રહીને પણ ગરમીમાં સ્વસ્થ રહી શકાય છે.

Next Story