Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લાના ઇખરમાં રમાયેલી ક્રિક્રેટની ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અંકલેશ્વરની ટીમનો વિજય.

ભરૂચ જીલ્લાના ઇખરમાં રમાયેલી ક્રિક્રેટની ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અંકલેશ્વરની ટીમનો વિજય.
X

ગામ ના ક્રિકેટ મેદાનના વિકાસ માટે જીલ્લા કલેકટરે રૂપિયા 5 લાખ ફાળવતા

ભરૂચ જીલ્લા ના ઇખર ગામ ખાતેના ગોલ્ડન ક્રિક્રેટ કલબ દ્વારા આયોજીત છેલ્લા દોઢ માસથી ચાલી રહેલી ક્રિક્રેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અંકલેશ્વરની મતાદાર ઇલેવન ટીમનો ટંકારીયાની કે.જી.એન. ક્રિક્રેટ ટીમ સામે ૧૧૫ રનથી ભવ્ય વિજય થયો હતો.આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા,એન મુનાફ પટેલ તથા જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે ખાસ ઉપસ્તિથ રહ્યા હતા.

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના ઇખર ગામે યોજાયેલી ફાઇનલ મેચમાં અંકલેશ્વરની મતાદાર ઇલેવન ટીમે પ્રથમ દાવ લઇ ૩૦ ઓવરમાં ૩૦૮ રનનો જંગી જુમલો ખડકયો હતો. જેમાં મુખ્યત્વે સિંહફાળો અકમલ શેખનો રહ્યો હતો. જેઓએ શાનદાર ૧૪૬ રન બનાવી પોતાની ટીમને જંગી સ્કોર ખડકવામાં મદદ કરી હતી.૩૦૮ રનોના સ્કોરને પહોંચીવળવા મેદાનમાં ઉતરેલી ટંકારીયાની ટીમે ઓપનીંગ શરૂઆત સારી કરી હતી. પરંતુ ટંકારીયાની ટીમની સમયાંતરે વિકેટો પડતી રહેતા પરાજય થયો હતો. ફાઇનલ મેચ નિહાળવા ખુબ જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડયા હતા. ફાઇનલ મેચમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા,ઇખર એકસપ્રેસ તરીકે ઓળખાતા મુનાફ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા વિક્રાંત પાંડે,પૂર્વ ધારાસભ્ય ઇકબાલ પટેલ, રસીદાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ આઇ.યુ.પટેલ તેમજ સીગ્મા એન્જીનયરીંગ કોલેજના ચેરમેન શૈલેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચમાં વિજેતા બનેલી અંકલેશ્વરની ટીમને ઇશાંત શર્માએ, વિક્રાંત પાંડે, મુનાફ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

જયારે ટંકારીયાની રનર્સ અપ ટીમને ઇકબાલ પટેલે ટ્રોફી એનાયત કરી હતી. ફાઇનલ મેચમાં ખાસ ઉપસ્થિત રહેલા ઇશાંત શર્માની એક ઝલક મેળવવા માટે ક્રિકેટ રસીયાઓએ પડાપડી કરી હતી. તો ઘણા ક્રિકેટ રસીયાઓએ ઇશાંત શર્મા સાથે સેલ્ફી લઈને યાદગાર પળોને મોબાઈલ ના કેમેરે કંડારી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ જનમેદનીને સંબોધન કરતી વખતે ઇખર ગામ ના ક્રિકેટ ગ્રાઉન્ડ ના વિકાસ માટે રૂપિયા 5લાખની જાહેરાત કરી હતી.તેથી ગ્રામજનો તેમજ ક્રિકેટ રસિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

Next Story