Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લામાં ન્યુઝ વેબ પોર્ટલ કનેક્ટ ગુજરાતનો અંકલેશ્વર ખાતે દબદબાભેર શુભારંભ કરાયો. 

ભરૂચ જીલ્લામાં ન્યુઝ વેબ પોર્ટલ કનેક્ટ ગુજરાતનો અંકલેશ્વર ખાતે દબદબાભેર શુભારંભ કરાયો. 
X

ભરૂચ જીલ્લામાં ડીજીટલ માધ્યમ થકી દેશના ખૂણે ખૂણે વસતા લોકોને ઈન્ટરનેટના માધ્યમથી સમાચારોની દુનિયા સાથે જોડવાના પ્રયત્નો સાકાર કરવા માટે કનેક્ટ ગુજરાત ન્યુઝ વેબ પોર્ટલનો શુભારંભ તા ૦૯મી માર્ચ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યો.IMGL5594

અંકલેશ્વર જીઆઈડીસીના ચિલ્ડ્રન થીયેટર ખાતે તા- ૦૯મી માર્ચ ૨૦૧૬ બુધવારના શુભ દિને કનેક્ટ ગુજરાત ન્યુઝ વેબ પોર્ટલના લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ,જેમાં ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે,જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, હરીશ જોશી,ઋષિ દવે, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ અંકલેશ્વર નાં રીઝોનલ અધિકારી એ.વી.શાહ,લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ,સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, જાપાનના ઉદ્યોગ સાહસિકો સહીત ઉદ્યોગ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.IMGL5606

કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટ્યા કરીને અને ત્યારબાદ ગણેશ વંદનાના ભવ્ય ડાન્સ સાથે કરવામાં આવી હતી અને અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી કનેક્ટ ગુજરાતની ટૂંકી માહિતી રજુ કરતા વિડીયો થકી ઓનલાઈન સમાચારોની દુનિયામાં પ્રથમ ડગ માંડવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાનો વ્યાપ ખુબ જ ઝડપી ગતિએ વધી રહ્યો છે ત્યારે કનેક્ટ ગુજરાત ન્યુઝ વેબ પોર્ટલ લોકો માટે માહિતીનો ભંડાર બની રહે તેવી શુભકામના પાઠવી હતી.

DSC_1058 કનેક્ટ ગુજરાત લોન્ચિંગ પ્રસંગે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો એ ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંગે પણ કનેક્ટ ગુજરાત ના ડીજીટલ સાહસને બિરદાવી શુભકામના આપી હતી.

IMGL5589

ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરે પ્રીન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા અને હવે ડીજીટલ વેબ પોર્ટલના માધ્યમ થી સમાચારોની દુનિયામાં ડગ માંડનાર યોગેશ પારીક, ખુશ્બૂ પંડ્યા સહીત કનેક્ટ ગુજરાતના ચેરમેન એમ.એસ.જોલીને શુભેચ્છા પાઠવી હતી.

સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુએ પણ કનેક્ટ ગુજરાતના લોન્ચિંગ સેરેમનીમાં સંબોધન કરી કનેક્ટ ગુજરાતની ટીમને આશીર્વાદ પાઠવ્યા હતા.

IMGL5613 પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના ફાઉન્ડર અને કનેક્ટ ગુજરાતના ચેરમેન એમ.એસ.જોલીએ આ પ્રસંગે ઉદ્યોગ જગતનો ટૂંકો પરિચય આપી ન્યુઝ વેબ પોર્ટલ હકારાત્મક સમાચારો થકી લોકોને દેશ-દુનિયાની માહિતીઓથી માહિતગાર કરશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પણ કનેક્ટ ગુજરાતના ચીફ એડિટર યોગેશ પારીક તેમજ તેઓની ટીમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.

(138)

કનેક્ટ ગુજરાતના સીઈઓ ખુશ્બૂ પંડ્યાએ જણાવ્યું હતું કે આ ન્યુઝ પોર્ટલ માત્ર સમાચારો જ નહિ પરંતુ દેશ- વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ એક બીજાની સાથે સંપર્ક માટેનું માધ્યમ બની રહેશે ઉપરાંત માત્ર ન્યુઝ જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ રસપ્રદ માહિતીઓ પીરસવા માટે નો ડીજીટલ પ્રયાસ બની રહેશે.

Next Story