Connect Gujarat

-માતાએ પેટે પાટા બાંધી અથાગ મહેનત કરી દીકરી ને ભણાવી દીકરી એ પણ યુનિવર્સીટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી માતાની લાજ રાખી.

-માતાએ પેટે પાટા બાંધી અથાગ મહેનત કરી દીકરી ને ભણાવી દીકરી એ પણ યુનિવર્સીટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી માતાની લાજ રાખી.
X

નારી શક્તિનો પર્યાયવાંચી શબ્દ શોધવો હોયતો સહન શક્તિ ગણી શકાય.અંકલેશ્વર માં એક વિધવા ગૃહિણીએ અથાગ મહેનત અને પેટે પાટા ભંધી એકની એક દીકરી ને ભણાવી તે ગોલ્ડ મેડલ મેળવી માતાની લાજ રાખી.

અંકલેશ્વર ના ફૈજ પાર્ક સોસાયટીમાં રહેતા સલમાબીબી નાં પતિ અબ્દુલ લતીફ ૧૧વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા,અને તેણી ઉપર ચોથા ધોરણ માં ભણતી એકની એક દીકરી રોશની ની જવાબદારી આવી પડી.જોકે તેણીએ હિંમત નહારી અને નાની મોટી ચીજવસ્તુઓ વેચીને પુત્રીના અભ્યાસની જવાબદારી ઉપાડી લીધી.આજે એ દીકરી રોશનીએ પોતાની માતાની મહેનત નો રંગ લાવી દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં બી.એ.વિથ ઈંગ્લીશ માં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

Roshni photo01

સુખ સાહ્યબી અને ભૌતિક સગવડોની મદદથી કોઈ વિદ્યાર્થી અભ્યાસની કારકિર્દી માં કાઠું કાઢે તે સમજી શકાય પરંતુ પિતાની છત્રછાયા કે ભાઈ બહેન થી હુંફ ન હોય અને ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય તેવા સંજોગોમાં સલમાબીબી એ લગીરેય સહન શક્તિ ગુમાવ્યા વિના નાની નાની ખાવાની ચીજ વસ્તુઓ વેચી ઘરના ગુજરાન તેમજ પુત્રીના અભ્યાસ ખર્ચની જવાબદારી નિભાવવી શરુ કરી.તાજેતરમાં જયારે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી માંથી રોશનીએ બી.એ.સ્નાતક તરીકે સમગ્ર દ.ગુ.યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે સલમાબીબી પોતાના આંસુ રોકી શક્યા નહોતા.પુત્રી રોશની એ પણ માતાની સહન શીલતા અને પોતાના પરત્વે ના વિશ્વાસની લાજ રાખી નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો અને વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે બી.એડ.કોલેજમાં એડમીશન લીધુ છે.

તારીખ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન છે ત્યારે નારી શક્તિની સાચી મિશાલ કાયમ કરનાર માતા પુત્રી ને કનેક્ટ ગુજરાત તરફ થી ખુબ ખુબ શુભેછા.

Next Story