Connect Gujarat
સમાચાર

મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી.

મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી.
X

પાવભાજી વિશે કશું જણાવવાની જરૂર નથી. તે નાના – મોટા બધાની મનપસંદ વાનગી છે. તો આજે બનાવીએ બધાની મનપસંદ વાનગી મુંબઈ સ્ટાઈલમાં.

સામગ્રી :

– 4 મિડિયમ બટાટા સમારેલા

– 1/2 કપ વટાણા

– 1/4 કપ ફણસી સમારેલી

– 1 મિડિયમ ગાજર સમારેલ

– 1/4 કોલી ફલાવર

– 1 મિડિયમ કેપ્સીકમ સમારેલ

– 2 મિડિયમ કાંદા સમારેલા

– 1 નાનો કાંદો સમારેલ ભાજી સજાવવા માટે

– 4 મિડિયમ ટામેટા સમારેલ

– 100 ગ્રામ બટર

– 2 ટેબલસ્પુન સુકો પાવભાજી મસાલો (કોઈપણ બ્રાન્ડનો અથવા નીચે આપેલ રીત પ્રમાણે)

– 1 ટી સ્પુન આદુ પેસ્ટ

– 1 ટી સ્પુન ગાર્લિક પેસ્ટ

– 1 1/2 ટી સ્પુન વિનેગર

– 1 ટી સ્પુન લાલ મરચા પાવડર

– 1 ટી સ્પુન જીરા પાવડર

– 1/2 ટી સ્પુન જીરૂ

– 1-2 કપ વેજીટેબલ સ્ટોક

– 1 ટી સ્પુન કોથમીર સમારેલી + 1 ટી સ્પુન સજાવવા માટે

– 1 લીંબુનો રસ

– લીંબુની ગોલ કાતરી

– મીઠું સ્વાદ મુજબ

– 10-12 નાના પાવ

– બટર પાવ શેકવા માટે

– 2 ટી સ્પુન લાલ ચટણી (નીચે આપેલ રીત પ્રમાણે)

પાવભાજી મસાલા માટે :

– 1 ટી સ્પુન ધાણા પાવડર

– 1 ટી સ્પુન લાલ મરચી પાવડર

– 1 ટી સ્પુન જીરા પાવડર

– 1/2 ટી સ્પુન મરી પાવડર

– 1/2 ટી સ્પુન આમચુર

– 2 તેજપત્તા

– 3 લવિંગ

– 1/2 ઈંચ સુંઠ

– 1 ચકરી ફુલ (બાદિયાન)

– 1/2 ટી સ્પુન મેથી

– 1/2 એલચાના દાણા

– 1/2 ઈંચ તજ

– 1/2 ટી સ્પુન ચાટ મસાલા

બધા મસાલા શેકી પીસી લો.

લાલ ચટણી માટે :

– 1 નાનો કાંદો સમારેલ

– 3 ટી સ્પુન લાલ મરચી પાવડર

– 8 લસણની કળીની પેસ્ટ

– 1/2 ટી સ્પુન જીરૂ

– 1 1/2 વિનેગર

– 1/2 ટી સ્પુન કલોંજી (ઓપશનલ)

– 1 ટી સ્પુન બટર

બધી સામગ્રીને ભેગી કરી 5 મિનિટ રાંધો. પેસ્ટ બનાવો.

રીત :

– બધી સબ્જી બાફી લો.

– સબ્જી રંધાય એટલે વેજીટેબલ સ્ટોક અને બાફેલી સબ્જી અલગ કરો.

– સબ્જીને થોડી મેસ કરો.

– પેનમાં અડધો બટર લો.

– જીરાનો વઘાર કરી કાંદાને સાંતળો.

– કેપ્સીકમ નાખીને તેને પણ સાંતળો.

– મેસ સબ્જી અને વિનેગાર ઉમેરી બરાબર મિક્સ કરી બાજુએ મુકો.

– પેન માં બચેલો બટર લઈ ટામેટા, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચા પાવડર, જીરા પાવડર,

સુકો પાવભાજી મસાલો , મીઠુું લો.

– બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય ત્યારે સબ્જીનું મિશ્રણ નાખી હલાવો.

– વેજીટેબલ સ્ટોક ઉમેરી ભાજીને ચઢવા દો.

– સતત હલાવા રહીને લીંબુનો રસ ઉમેરો.

– કોથમીર ઉમેરો.

– તવાને ગરમ કરી બટર લગાડી પાવ શેકો.

– મસાલા પાવ માટે લાલ ચટણી પણ ચોપડવી.

સર્વ કરતી વખતે :

– ભાજીને કોથમીરથી સજાવો.

– પ્લેટમાં કાંદા, બટર, લાલ ચટણી સાથે પાવ અને ભાજી સર્વ કરો.

Next Story