Connect Gujarat
સમાચાર

યોગથી જીવનના અનુભવો પર અંકુશ મેળવી શકાય છે

યોગથી જીવનના અનુભવો પર અંકુશ મેળવી શકાય છે
X

જો તમને નિયમિત યોગ કરવાની આદત હોય તો તેનાથી ઘણો સારો લાભ થઈ શકે છે કારણ કે યોગ કરવાથી માણસ નિયમિત મનોવિજ્ઞાનિક પળોજણોનો સામનો કરવાના બદલે તેના જીવનના અનુભવો પર અંકુશ મેળવી શકે છે.

ટેક્‍સાસ સેન્‍ટરમાં એશિયા સોસાયટીના સહયોગથી યોજવામાં આવેલા યોગ : ફોર્સ ઓફ ટ્રાન્‍સફોર્મેશન પરિસંવાદમાં જણાવવામા આવ્યુ હતું કે,જ્‍યારે તમારું શરીર અને મગજ ખોટી રીતે ઉપયોગમાં લેવાતા હોય ત્‍યારે તે તમારી વિરુધ્ધ થઈ જાય છે અને પછી તમે કોઈ પણ બાબત પર એકાગ્રતા કેળવી શકતા નથી. તમે જીવનમાં ખુશ નથી રહેતા કારણ કે તમારી મૂળભૂત કાર્ય પ્રણાલીઓ તમારી મરજી પ્રમાણે કામ નથી કરતી પરંતુ જો નિયમિત યોગ કરવામાં આવે તો તમને જીવનના વિવિધ અનુભવો પર અંકુશ લેવાનું શીખવે છે. યોગ તમારા સંબંધોને બાકીની દુનિયામાં સજાગતા,આંતરસ્‍ફૂર્ણા અને અનુભવ આધારિત માર્ગે એક હરોળમાં લેવા છે.

યોગ,તેની ચાર પધ્ધતિઓ અને કેવી રીતે શરીરમાં નાનામાં નાના ભાગ પર તેનો પ્રભાવ પડે છે તે અંગે વિગતવાર સમજ આ પ્રસંગે આપી હતી. જીવનનો મૂળ હેતુ ખુશ રહેવાનો હોય છે પરંતુ ઘણા લોકો તેમના વિચારો અને લાગણીઓનું કેવી રીતે નિયમન કરવું તે અંગે દ્વિધામાં રહે છે.

Next Story