Connect Gujarat
દુનિયા

વિશ્વ બેન્કની રૂપિયા 9000 કરોડની સહાય ગ્રામ્ય ક્ષેત્રે વપરાશે.

વિશ્વ બેન્કની રૂપિયા 9000 કરોડની સહાય ગ્રામ્ય ક્ષેત્રે વપરાશે.
X

ભારતને સ્વચ્છ અને નિર્મળ બનાવવા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અને માત્ર શહેર જ નહિ પરંતુ તમામ ગ્રામિણ ક્ષેત્રો પણ ગંદકી મુક્ત બને તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

વિશ્વ બેંક દ્વારા સ્વચ્છ ભારત અભિયાન માટે રૂપિયા 9000 ની સહાય સ્વચ્છ ભારત અભિયાન અંગે ફાળવવા માં આવી છે.કેન્દ્રીય પ્રધાન મંડળે આ સહાય ને ગ્રામ્ય વિસ્તારમાં વાપરવાની મંજુરીની મહોર મારી દીધી છે.

આ અંગે ભારત સરકારની વેબ સાઈડ પરથી જાણવા મળ્યા મુજબ સંદેશા વ્યવહાર અને માહિતી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ સહાય વિશ્વ બેન્કે આપેલ ક્રેડીટ ના આધારે રાજ્યોને આપવામાં આવશે.રાજ્યો આ ગ્રાન્ટ નો આશરે 95 ટકા હિસ્સો તેમની જીલ્લા,તાલુકા,અને ગ્રામ્ય પંચાયતોની સહાય થી લાભાર્થીઓ સુધી પહોંચાડશે.જેમાં શૌચ સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે,ઉપરાંત ગામની ગંદકી ની સફાયને પણ અગ્રીમતા આપવામાં આવશે.

Next Story