Connect Gujarat
સમાચાર

વીડિયો ગેમ્‍સ રમવાના કારણે સારો મૂડ બને છે.

વીડિયો ગેમ્‍સ રમવાના કારણે સારો મૂડ બને છે.
X

વીડિયો ગેમ રમવાને કારણે સ્‍ટ્રેસમાંથી ઝડપથી મુક્‍તિ મળે છે અને તેના કારણે મૂડમાં પણ સુધારો થાય છે. પરંતુ હિંસાત્‍મક રમતો રમવાને કારણે સ્‍વભાવ આક્રામક બને છે તેમ એક અભ્‍યાસમાં જણાવ્‍યું હતું.

સંશોધનકારો દ્વારા શોધી કાઢવામાં આવ્‍યું હતું કે વીડિયો ગેમ રમવાને કારણે મૂડમાં સુધારો થાય છે. સર્વેક્ષણમાં ૮૨ અંડર ગ્રેજયુએટ્‍સ કોમ્‍યુનિકેશન્‍સના વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. મોટાભાગના લોકો હિંસાત્‍મક વીડિયો ગેમ્‍સ પણ રમવાના શોખીનો હતા.

પ્રયોગના ભાગરૂપે અડધા લોકોને મેક્‍સિમમ ફ્રસ્‍ટ્રેશન નામની નિરાશાજનક ગેમ રમવા માટે જણાવવામાં આવ્‍યું હતું. ગેમ પૂરી થઈ શકે તેવી બનાવી હોવા છતાં પણ મોટાભાગના લોકોએ તેના તમામ લેવલ ૧૦ મિનિટમાં પૂરા કરી દીધા હતા. જયારે અન્‍ય લોકોએ નિરાશાવાદી ગેમ છોડી દીધી હતી અને સીધા અભ્‍યાસના બીજા સ્‍તરમાં જતા રહ્યા હતા.

Next Story