Connect Gujarat
દેશ

સંબંધોમાં મીઠાસનું માધ્યમ બનતી ચોકલેટ વેલેન્ટાઇન ડે વિકની ઉજવણીમાં ૯મી ફેબ્રુઆરી એટલે ચોકલેટ ડે

સંબંધોમાં મીઠાસનું માધ્યમ બનતી ચોકલેટ વેલેન્ટાઇન ડે વિકની ઉજવણીમાં ૯મી ફેબ્રુઆરી એટલે ચોકલેટ ડે
X

વેલેન્ટાઈન ડે વિક નિમિત્તે વિવિધ સ્પેશયલ દિવસોની ઉજવણી ખાસ કરીને યંગ જનરેશનમાં કરવામાં આવે છે. પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાય છે. જો કે આ વિક દરમિયાન રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, કીસ ડે, હગ ડે અને ૧૪મી વેલેન્ટાઇન ડે.

બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ રૂપી સેતુ બાંધવા માટે આમતો કોઇ ખાસ દિવસની જરૂર નથી હોતી, પરંતુ જયારે સ્પેશયલ કંઈક દિવસો ઉજવાતા હોય તો તેનું મુલ્યાંકન પણ ઓછું આંકવુ જોઇએ નહીં. માત્ર જુવાન છોકરા-છોકરીઓ જ નહીં પણ દરેક વ્યક્તિના જીવનમાં ખટ-મીઠા કે પછી કડવાશ રૂપી સંબંધો એક યા બીજા કારણોસર સર્જાતા હોય છે. પરંતુ આ બધીજ તકલીફો વચ્ચે સંબંધમાં મીઠાસ જળવાય રહે એ જરૂરી છે.

૯મી ફેબ્રુઆરી ને વિશ્વમાં ચોકલેટ ડે તરીકે ઉજવાય છે, ચોકલેટને સ્પેનિશ શબ્દ માનવામાં આવે છે. વેલેન્ટાઇનનો ત્રીજો દિવસ ચોકલેટ ડેનાં રૂપમાં ઉજવવામાં આવે છે અને સંબંધો મીઠી મધુર ચોકલેટનાં સ્વાદની જેમ મીઠાસરૂપી બની રહે તે માટે ચોકલેટ આપવાનું ચલણ હોવાનું માનવામાં આવે છે.

Next Story