Connect Gujarat
સમાચાર

સુખી અને લાંબું લગ્નજીવન માણવા એકબીજાને થેન્કયુ કહેતાં રહો

સુખી અને લાંબું લગ્નજીવન માણવા એકબીજાને થેન્કયુ કહેતાં રહો
X

આપણે ત્યાં લોકો વારંવાર કહેતા હોય છે કે પોતાની વ્યક્તિને તે વળી થેન્કયુ કહેવાનું હોય? અંગતતા વ્યકત કરવા માટે બોલાતું આ વાક્‍ય હકીકતમાં સંબંધોને જોખમમાં મૂકે એવું છે. કેમ કે સંબંધોને પોષવા માટે એકબીજા પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણી વ્યકત થતી રહેવી ખૂબ અગત્યની છે. તમે પાર્ટનર પ્રત્યે ગ્રેટિટયુડ અનુભવો છો અને તમને પાર્ટનરની કદર છે એવું કમ્‍યુનિકેટ થવું સંબંધોને ટકાવવા માટે ખૂબ જરૂરી છે. સાઇકિયાટ્રિસ્‍ટોનું કહેવું છે કે લગ્નજીવનને સુખી અને એન્‍જોયેબલ બનાવવું હોય તો પતિ-પત્નીએ એકમેક પ્રત્યે કદર અનુભવવી અને વ્યકત કરવી જરૂરી છે. જે કપલ એકમેક પ્રત્યે કૃતજ્ઞતા નથી અનુભવતું અથવા તો અનુભવે છે. પણ પરસ્પર કમ્યુનિકેટ નથી કરતું તેમના સંબંધો ઓછા હેપી હોય છે. રિસર્ચરોએ ટેલિફોન પર ૪૬૮ પરિણીત યુગલોનો સર્વે કર્યો હતો એમાં તેમની આર્થિક સ્થિતિ, કપલ વચ્ચેનું કમ્યુનિકેશન, અભિવ્યક્તિ અને સંવાદમાં કેટલું ઉંડાણ છે એ વિશેના સવાલ પૂછવામાં આવ્યા હતો છેક છેલ્લે લગ્નસંબંધમાં હેપીનેસનો સ્કેલ પણ તેમને જ પૂછવામાં આવ્યો હતો. સર્વેના જવાબોનું વિશ્લેષણ કરીને રિસર્ચરોએ તારવ્યુ હતું કે પરસ્પર પ્રત્યેની પમેઝિટિવ ફીલિંગ્સનું કમ્યુનિકેશન થતું હોય એવાં યુગલોમાં ઓછા મનભેદ અને ઝઘડા થાય છે અને લાંબા ગાળે ડિવોર્સનું જોખમ ઘટે છે.

Next Story