જન્મદિવસની શુભેચ્છા અનોખી રીતે પાઠવવાનું બન્યું સરળ, જુઓ મોહતા દંપત્તિની સફળતાની ગાથા

0
218

મન હોય તો માળવે જવાયની ઉકતિને રોહિત મોહતા અને નમ્રતા મોહતાએ સાર્થક કરી છે. પુત્રએ રેકોર્ડ કરેલા જન્મદિવસના ગીત પરથી પ્રેરણા લઇને તેમણે મનગમતા બર્થ ડે સોંગ આંગળીના ટેરવે બનાવી શકાય તેવી વેબસાઇટ બનાવી છે.

જન્મદિવસ દરેક વ્યકતિના જીવનમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે. નિરાશાઓને ખંખેરીને નવી આશા સાથે ફરીથી જીવનની શરૂઆત કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બાર બાર દીન યે આયે… ગીત થકી જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની રસમ એક પરંપરા બની ચુકી છે. પરંપરાથી કઇક હટકે કરવાનો વિચાર રોહિત મોહતા અને નમ્રતા મોહતાને આવ્યો અને તેમણે બે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ખાસ વેબસાઇટ બનાવી છે. આ બંને વેબસાઇટના માધ્યમથી તમે ગુજરાતી સહિતની ભાષાઓમાં મનગમતા ગીતો બનાવી તમારા મિત્રો, સ્વજનો, પરિવારજનો અને પ્રિયજનોને શુભેચ્છા પાઠવી શકો છો.

Gujarati અને બર્થડે સોંગ્સ વિથ નેમ ડોટ કોમના સ્થાપક રોહિત મોહતાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં તેમના વોટસએપ ગૃપમાં એક સભ્યનો જન્મદિવસ હતો અને તેમના પુત્રએ વોટસએપમાં ગીત રેકોર્ડ કરી બધાને શેર કર્યું હતું. આ ગીત બધાને બહુજ પસંદ આવ્યું અને બસ ત્યારથી અમને વિચાર આવ્યો કે કઇ નવું કરવું છે. બર્થડે સોંગ્સ માટે અમે બે વેબસાઇટ બનાવી છે અને તેના માધ્યમથી લોકો કોઇના પણ નામ સાથે અને ગુજરાતી ભાષામાં સોંગ તૈયાર કરાવડાવી જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છા પાઠવી શકો છો. વધુ વાત કરતાં રોહિત મોહતાએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત અમે આ શરૂઆત કરી છે અને આગામી દિવસોમાં બંગાળી, ભોજપુરી, પંજાબી તથા દક્ષિણ ભારતીય ભાષાઓને આવરી લેવાનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here