Connect Gujarat
Featured

ગુરુપૂર્ણિમા વિશેષ : વર્તમાન સમયમાં "શિક્ષા" છે ધનકુબેરો પાસે ગીરવી

ગુરુપૂર્ણિમા વિશેષ : વર્તમાન સમયમાં શિક્ષા છે ધનકુબેરો પાસે ગીરવી
X

"You realize a change is on its way. When you see a 6 yr old picking up the garbage that comes in her way while playing in the park and putting it in a dustbin."

શિક્ષા આપનાર દરેક શિક્ષકને આજના વેદ વ્યાસના શિષ્યો દ્વારા શરુ કરવામાં આવેલ ગુરુપૂર્ણિમાના દિવસે સત સત વંદન. ચાલો આજે થોડી ક્ષણ એ મહાન ગુરુઓને યાદ કરીએ અને એમને સાદર પ્રણામ કરીયે.

ગુરુદ્રોણાચાર્ય - પાંડવ કૌરવને શાસ્ત્રની શિક્ષા આપી મહાન યોદ્ધા બનાવ્યા.

ગુરુશંકરાચાર્ય - દશનામી સંપ્રદાયના રચયીતા.

મહર્ષિ સંદીપની - સ્વયં વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના ગુરુ.

ચાણક્ય - જે એક ચંદ્રગુપ્ત જેવા સાધારણ વ્યક્તિને સિંહાસન પર બેસાડી શકે તેમની કૂટનીતિ અને રાજનીતિને મારા સાદર પ્રણામ.

વિશ્વામિત્ર - બ્રહ્મર્ષિને નમન.

પરશુરામ - ભગવાન વિષ્ણુના અવતાર બ્રાહ્મણ જે કર્મથી ક્ષત્રિય હતા.

રામકૃષ્ણ પરમહંસ - સ્વામી વિવેકાનંદ જે આજે લાખો યુવકોના પ્રેરણાસ્ત્રોત છે તેમના ગુરુ.

ગુરુ વશિષ્ઠ - દશરથ પુત્રને શિક્ષા આપી.

શોનક - આદર્શ ગુરુ જે દસ હજાર શિષ્યોવાળા ગુરુકુળના કુલપતિ હતા.

પરંતુ કરૂણતા એ છે કે, આજે ગુરુઓને અવસર જ નથી આપવામાં આવતો કે, તે પોતાની યોગ્યતા સાબિત કરી શકે. આજે શિક્ષા એક બિઝનેસ હબ બની ગયું છે. ભારેખમ ફી અને ડોનેશન આપી બાળકોને શાળામાં મોકલવામાં આવે છે. શિક્ષા આજે બાહુબલી અને ધનકુબેરો પાસે ગીરવી મુકાય ગયી છે.

પણ એક વાત ચોક્કસ છે, જો એક શિક્ષક અને ગુરુને અધિકાર આપવામાં આવે કે, તે પોતાની કૌશલ્ય અને યુક્તિથી એક બાળકને સાચ્ચા, ઈમાનદાર અને કર્મઠ નાગરિક બનાવે તો નિશ્ચય આજનો દરેક શિક્ષક પોતાના પ્રેમ અને આત્મત્યાગથી એક રાષ્ટ્રભકત, એક શિવાજી, એક રામ તેમજ એક ચંદ્રગુપ્ત અવશ્ય આપી શકે છે રાષ્ટ્ર ને...

ગુરુ દેવો ભવઃ

Blog by Dhruta Raval

Next Story