• ગુજરાત
 • શિક્ષણ
વધુ

  હાંસોટ: તાલુકા કક્ષાના કલા મહાકુંભનો સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ

  Must Read

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ...

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી...

  કલામહાકુંભ થકી રાજ્યને નવી કલા પ્રતિભાઓની પ્રાપ્તિ થશે – મંત્રી ઈશ્વરસિંહ પટેલ

  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને કમિશ્નર – ગાંધીનગર, અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી – ભરૂચ દ્વારા આયોજિત હાંસોટ તાલુકાકક્ષાનો કલા મહાકુંભનું પંડવાઈ સુગર પાસે આવેલ પાંડુકેશ્વર વિદ્યામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરાયો હતો.

  આ કલા મહાકુંભમાં તબલા, ભરત નાટ્યમ, લોકગીત, ગરબા, ચિત્રકલા, લોકનૃત્ય, લગ્નગીત સહિતની ૧૪ જેટલી વિવિધ સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ૪૫ પ્રાથમિક શાળા અને ૧૦ માધ્યમિક શાળા મળી ૫૫ શાળાના કુલ-૬૮૬ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

  સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, જીવનમાં કલા અને સંગીતનું મહત્વપૂર્ણ સ્થાન છે. સંગીત, નૃત્ય, અભિનય, ચિત્ર, શીલ્પ જેવી કલાઓના માધ્યમથી વ્યક્તિના વ્યક્તિત્વમાં અનેરો નિખાર આવે છે. સંગીતની જીવ માત્ર પર હકારાત્મક અસર થાય છે.

  મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના સાંસ્કૃત્તિક કલા વારસાના જતન, માટે લુપ્ત થતી કલાઓની જાળવણી તથા ઘર આંગણે પાંગરતી પ્રતિભાઓની ઓળખ માટે ગુજરાત સરકાર દ્વારા તાલુકાકક્ષાએથી પ્રદેશ તથા રાજ્યસ્તરના સુધીના કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તાલુકા-જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાએ ત્રણ વયજુથના વિભાગની કુલ-૧૪ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ૩૭ જેટલી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દ્વારા આપણા જ વિસ્તારના વિવિધ કલા પ્રવૃત્તિઓમાં રસ ધરાવતાં કલા પ્રતિભાની ઓળખ મેળવી તેઓને પ્રોત્સાહિત કરી તેઓની કલા પ્રવૃત્તિઓને વધુ ઉચ્ચસ્તરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકો અને યજમાન શાળાને અભિનંદન પાઠવી કલામહાકુંભ થકી રાજ્યને નવી કલા પ્રતિભાઓની પ્રાપ્તિ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.    

  આ પ્રસંગે ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી વિરલ પટેલ, પંડવાઈ સુગરના ઉપપ્રમુખ અનિલ પટેલ, પંડવાઈ સુગરના મેનેજીંગ ડિરેક્ટર અમૃત પટેલ, પાંડુકેશ્વર વિદ્યામંદિર પંડવાઈના આચાર્ય – શિક્ષકો સહિત તાલુકાની શાળાના શિક્ષકો – વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...
  video

  અમદાવાદ : કોંગ્રેસના નગરસેવિકાએ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડયું

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર...
  video

  અરવલ્લી : આંગણવાડી ભરતી ફોર્મમાં ભૂલ હોવા અંગે ઉમેદવારો પાસે અધિકારીઓએ કરાવ્યા હસ્તાક્ષર, જુઓ પછી શું થયું..!

  અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી...

  More Articles Like This

  - Advertisement -