Connect Gujarat
ગુજરાત

દેશની 400 શાળાઓમાં ભરૂચ જિલ્લાની આ શાળાએ ગ્રિન સ્કૂલ એવોર્ડમાં મેળવ્યો પ્રથમ નંબર

દેશની 400 શાળાઓમાં ભરૂચ જિલ્લાની આ શાળાએ ગ્રિન સ્કૂલ એવોર્ડમાં મેળવ્યો પ્રથમ નંબર
X

હાંસોટ તાલુકાની આંકલાવ પ્રાથમિક શાળાને મળ્યો ગ્રિન સ્કૂલનો નેશનલ એવોર્ડ

હૈદરાબાદ ખાતે ગ્રીન સ્કૂલ એવોર્ડ ફંક્શન યોજાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાની આંકલવા ગામની સ્કૂલ પ્રથમ નંબરે આવી હતી. જે બદલ સ્કૂલને એવોર્ડ તથા સર્ટિ ફિકેટ અને ચાર લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત ભરમાંથી 400 શાળાએ આ ફંક્શનમાં ભાગ લીધો હતો. એવોર્ડ મેળવનાર શાળા અને તેના બાળકોને સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ તથા મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="75846,75847,75848,75849,75850,75851"]

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શાળા કક્ષાએ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત S I C C નોવેલ એટ હાઈ ટેક સીટી હૈદરાબાદ ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ 2018 JGBC ગ્રીન સ્કૂલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ટેસ્ટ અવોર્ડ માં સમગ્ર ભારતમાંથી 400 શાળાએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાંની આંકલવા ગામની પ્રાથમિક શાળાને પ્રથમ નંબરનો એવોર્ડ અને સર્ટિ ફીકેટ સાથે ચાર લાખ રૃપિયાનું રોકડ ઇનામ મેળવેલ છે. જે બદલ ગુજરાતનાં સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુમિસ્ત્રી, કારોબારી સમિતિ અધ્યક્ષ હર્ષદ પટેલ અને એસ. પી. ડી. પી. ભારતીબહેન, શ્રુતિબહેન, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્ય ગઢવી, સર્વ શિક્ષા અભિયાન ભરૂચના જીગ્નેશભાઈ, પરેશભાઇ, રચનાબેન, તથા સમગ્ર સ્ટાફે આંનદ સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી આંકલવા પ્રાથમિક શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story