Connect Gujarat
ગુજરાત

ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપાને નડવાની હાર્દિક પટેલની ડંફાસો કામે ના લાગી

ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપાને નડવાની હાર્દિક પટેલની ડંફાસો કામે ના લાગી
X

ભાજપે મને એક બેઠક ઉપર લડવા ના દીધો પરંતુ હવે હું ગુજરાતની તમામ ૨૬ બેઠકો ઉપર ભાજપને નડીશ : હાર્દિક પટેલ

પહેલા પાટીદાર નેતા અને બાદમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલે એવી ડંફાસો મારી હતી કે, ભાજપે મને એક બેઠક ઉપર લડવા ના દીધો પરંતુ હવે હું ગુજરાતની તમામ ૨૬ બેઠકો ઉપર ભાજપને નડીશ. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યો હતો અને ખાસ હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું.

જોકે એ વાત અલગ છે કે હેલિકોપ્ટરનો ખર્ચો પણ કોંગ્રેસને માથે પડયો છે. હાર્દિકે અમદાવાદ પૂર્વ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ગાંધીનગર, સુરત, અમરેલી, પંચમહાલ સહિતની લોકસભા બેઠકો ઉપર ૨૦ કરતાં વધુ સભાઓ હાર્દીકે ગજવી હતી, ઉપરાંત અન્ય નાની મોટી મિટિંગો પણ યોજી હતી.

હાર્દિક પટેલની અમદાવાદના નિકોલની સભામાં હોબાળો થયો હતો અને બે જૂથ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. તો અન્ય એક સભામાં હાર્દિકને તમાચો પડયો હતો. એકંદરે વિવાદમાં રહેલા હાર્દિકનું ભાષણ લોકોને ગળે ઊતર્યું નથી, તેણે ભલે ભીડ એકઠી કરી હોય પરંતુ એકત્રીત ભીડને મતમાં પરિવર્તિત કરી શકાયું નથી તે હકીકત છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ક્રિકેટર નવજોત સિધ્ધુ, શત્રુધ્નસિંહા, અમીષા પટેલ વગેરેને ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતાર્યા હતા પણ તેનાથી કોઈ ખાસ ફેર પડયો નથી. મોટા ભાગના અન્ય સ્ટાર પ્રચારકો તો ફરક્યા પણ નહોતા.

Next Story