Connect Gujarat
Featured

દલિત સમાજ પર અભદ્ર ટિપ્પણી બદલ ક્રિકેટર યુવરાજ સિંહ સામે હરિયાણા પોલીસે નોંધી FIR

દલિત સમાજ પર અભદ્ર ટિપ્પણી બદલ ક્રિકેટર યુવરાજ સિંહ સામે હરિયાણા પોલીસે નોંધી FIR
X

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. યુવરાજ સિંહ સામે હરિયાણા પોલિસે એફઆઈઆર નોંધી છે. યુવરાજ સિંહ સામે આ એફઆઈઆર હરિયાણા પોલિસે વર્ષ 2020માં દલિત સમાજ માટે કરવામાં આવેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કેસમાં કરી છે. યુવરાજ સિંહ પર આરોપ છે કે તેણે વર્ષ 2020માં એક ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન દલિત સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. હરિયાણાના હિસારની હાંસી પોલિસે યુવરાજ સિંહ સામે એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

યુવરાજ સિંહે જૂન 2020માં ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન એક જાતિવાદી ટિપ્પણી કરી હતી. જેના આઠ મહિના બાદ હરિયાણા પોલિસે યુવરાજ સિંહ પર કેસ નોંધ્યો છે. યુવરાજ સિંહ સામે રવિવારે(14 ફેબ્રુઆરી 2021)એ હિસાના હાંસી પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસે યુવરાજ સામે આઈપીસની કલમ 153, 153એ, 295, 505 ઉપરાંત એસસી-એસટી એક્ટની કલમ 3(1) (આર) અને 3(1) હેઠળ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆર હિસારના એક વકીલ દ્વારા યુવરાજ સિંહ સામે કરવામાં આવી છે.

વર્ષ 2020ના મહિનામાં યુવરાજ સિંહ ટીમ ઈન્ડિયાના વર્તમાન ઓપનર રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ કરી રહ્યા હતી. રોહિત શર્મા સાથે ચેટ કરીને યુવરાજ સિંહે કહે છે કે કુલદીપ પણ ઑનલાઈન આવી ગયો. જવાબમાં રોહિત કહે છે, કુલદીપ ઑનલાઈન છે, આ બધા ઑનલાઈન છે, આ બધા આમ જ બેઠેલા છે. એટલામાં યુવરાજ સિંહ કહે છે કે આ 'વાલ્મીકિ સમાજના લોકોને કોઈ કામ નથી યુજીને' . યુવરાજ સિંહને એ વખતે પણ યુજવેન્દ્ર ચહલ માટે જાતિસૂચક શબ્દ ઉપયોગ કરવા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહ માફી માંગો ટ્રેન્ડ કરી રહ્યુ હતુ. વિવાદ વધતો જોઈને યુવરાજ સિંહે એ વખતે ટ્વિટર પર માફી માંગી હતી. એ વખતે યુવરાજે માફી માંગીને ટ્વિટ કર્યુ હતુ, 'હું એ સ્પષ્ટ કરવા માંગુ છુ કે મે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ નથી કર્યો પછી ભલે તે જાતિ, રંગ, નસલ કે લિંગના આધારે હોય. મે લોકોની સેવા માટે પોતાનુ જીવન આપ્યુ છે અને ચાલુ રાખી રહ્યો છુ. હું ગરિમામાં વિશ્વાસ રાખુ છુ. અને દરેક વ્યક્તિનુ સમ્માન કરુ છુ. હું સમજુ છુ કે જ્યારે હું મારા દોસ્તો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને ખોટો સમજવામાં આવ્યો, જે અયોગ્ય હતુ. જો કે, હું જવાબદાર ભારતીય તરીકે એ કહેવા માંગુ છુ કે જો મે અજાણતા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો હું તેના માટે માફી માંગુ છુ.'

Next Story