Connect Gujarat
દેશ

હરિયાણા: રેવાડી હાઈવે ઉપર ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત, 8 નાં મોત

હરિયાણા: રેવાડી હાઈવે ઉપર ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત, 8 નાં મોત
X

રાજય સરકારે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.

હરિયાણાનાં ઝજજરનાં રેવાડી હાઈવે ઉપર સોમવારે સવારના સુમારે ધુમ્મસના કારણે એક પછી એક આશરે 45થી વધુ ગાડીઓ અથડાઈ જવા પામી હતી. આ અકસ્માતના પગલે છ મહિલા સહિત 8 શખ્સોના મોત નિપજયાં છે. અકસ્માતના પગલે હાઈવે ઉપર ર કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

ફલાઈઓવર પર બે ગાડીઓ અથડાતા તેની પાછળ આવી રહેલી બીજી ગાડીઓ પણ એક પછી એક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અકસ્માતમાં 6 મહિલા સહિત કુલ 8 લોકોના મોત થયા હતાં. આ દુઘર્ટના ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. બનાવની જાણ થતા હાઈવે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ હાઈવે ઉપર થયેલા ટ્રાફિકજામને હળવો કરાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતાં.

દુર્ઘટના બન્યા બાદ હરિયાણાના કૃષિ મંત્રી ઓમપ્રકાશ ધનખડ ઈજાગ્રસ્તોનાં ખબર અંતર પુછવા માટે ઝજ્જર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં. તેમણે રાજય સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજા પામેલા શખ્સોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

Next Story