Connect Gujarat
Featured

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હેવમોર આઇસક્રીમે દરેક મહિલાને સમાજમાં પરિવર્તન લાવવા કર્યા પ્રેરિત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હેવમોર આઇસક્રીમે દરેક મહિલાને સમાજમાં પરિવર્તન લાવવા કર્યા પ્રેરિત
X

ભારતની એક પસંદગીની આઈસ્ક્રીમ બ્રાન્ડ હેવમોર આઇસક્રીમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને આનંદ અને ખુશાલી વહેંચવાની યોજના ધરાવે છે. આ પ્રસંગના માનાર્થે હેવમોર તેમની બ્રાન્ડના વિશિષ્ટ આઉટલેટ્સ, હેવફનની મુલાકાત લેતી તમામ સ્ત્રીઓને આઇસક્રીમનું નિ:શુલ્ક સ્કૂપ આપશે અને દરેક ફ્રી સ્કૂપ માટે બ્રાન્ડ કન્યા કેળવણી માટે રૂ.1 દાનમાં આપશે.

જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓના અધિકારોની ઉજવણી કરવા માટે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે હેવમોર આઇસક્રીમ તેમના સ્ટોરની મુલાકાત લેતા સ્ત્રી ગ્રાહકોને બૌદ્ધિક કાર્યનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે તેને વધુ વિશિષ્ટ બનાવવા માટે બ્રાન્ડ તેની મહિલા ગ્રાહકોને તેમના પાર્લરમાં આવવા અને એક સ્કૂપ નિ:શુલ્ક આઇસક્રીમ આનંદ માણવા માટે આમંત્રણ આપે છે. તે પછી હેવમોર 180થી વધુ આઉટલેટ્સમાંથી મેળવેલા આ સ્કૂપમાંથી દરેકના કાર્યને એકત્રિત કરશે અને તે રકમ રોટરી ઇન્ટરનેશનલને એક કન્યાને શિક્ષિત કરવાના કાર્યમાં દાનમાં આપે છે. આ પહેલ દ્વારા બ્રાન્ડ 100 છોકરીઓ માટે ઓછામાં ઓછું એક વર્ષના શિક્ષણના ખર્ચ જેટલું એકત્રિત ભંડોળ સ્પોન્સર કરવાનું લક્ષ્ય રાખી રહી છે.

આ દિવસે મહિલાઓ સાંજે 5:0૦ થી 8:0૦ વાગ્યાની વચ્ચે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, જયપુર, હૈદરાબાદ અને બેંગ્લોરમાં કોઈપણ આઉટલેટની મુલાકાત લઈ શકે છે. ઘણા બધાં મનભાવન સ્વાદોમાંથી તેઓ આલ્મંડ કાર્નિવલ, ચોકલેટ ચિપ્સ અથવા આલ્ફોન્સો મેંગો પસંદ કરી શકે છે.

આ અંગે હેવમોર આઇસક્રીમના વીપી માર્કેટિંગ અને બિઝનેસ હેડ પાર્લર્સ વિન્સેન્ટ નોરોન્હાએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આવતીકાલની સ્ત્રીના સશક્તિકરણના હેતુ સાથે સંકળાયેલા હોવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ. આ કન્યા શિક્ષણને ટેકો પૂરા પાડવા માટે બ્રાન્ડ દ્વારા લેવાયેલું આ એક નમ્ર પગલું છે. અમારા એનજીઓ પાર્ટનર મહિલાઓ અને છોકરીઓના શિક્ષણની તક સુધારવા માટે સમર્પિત છે અને તેમને પ્રેરણા આપવા, પ્રોત્સાહન કરવા અને સશક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”

સમાજમાં કોઈ ફરક પાડવાની વાત આવે ત્યારે હેવમોર હંમેશાં તેમનું શ્રેષ્ઠ કામ કરતા રહેવાનો નિર્ધાર કરે છે. તેમની સરળ છતાં અસરકારક પહેલ દ્વારા પરિવર્તન લાવવાની તેમની પ્રતિબદ્ધતા અડગ રહી છે.

Next Story