Connect Gujarat
બ્લોગ

હી વોઝ એ વન મેન આર્મી, "મહાત્મા ગાંધી"

હી વોઝ એ વન મેન આર્મી, મહાત્મા ગાંધી
X

હ્રદયને સ્પર્શી જાય એ શિક્ષક જ્યાં આ વ્યાખ્યા મૂર્તિમંત થાય છે, પાયાની કેળવણી આપતી સંસ્થા, અને તેનું મુખપત્ર મૈત્રી-સેતુ ‘ગાંધી ૧૫૦’ વિશેષાંક ગાંધી જીવનના મૂલ્યોને સમજવા માટેની ગાઈડ છે. શાળાનાં કેળવણી (એજ્યુકેશન) અપાય, એ જરૂરી છે, અનિવાર્ય છે પણ એની સાથે જ્ઞાન (નોલેજ) અને એથી એક કદમ આગળ ભક્તિ (વર્શીપ) ના પાઠ ભણાવાય એવી શાળામાં આજે ગાંધી જયંતિના દિવસે આવવાનું ગમ્યું. બાપુના મૂલ્યો, શાશ્વત મૂલ્યો. બીજાની સેવા કરવા માટે પોતાની જાતને ઓગાળવી પડે એ મંત્ર. હા ! વાત છે એમિટી સ્કૂલની.

હું જ્યાંથી આવું છું લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ. વિદ્યાર્થીઓને એગ્રોનોમી સાથે ગુજરાતી અને જગતના ધર્મો એમ બે વિષય શીખવાડવામાં આવે. કૃષિ સાથે પ્રત્યાયન (કોમ્યુનિકેશન) અસરકારક થઈ શકે અને ધર્મથી સમભાવ કેળવાય. શ્રી પ્રવીણકુમાર ઠક્કરના પ્રવચનનોના અંશો.

વિદ્યાર્થીએ રોજ બે ક્લાક શ્રમ કરવાનો. ખેતી, ગૌશાળા એમ ૨૦ વિભાગોમાં વારાફરતી કામ કરવાનું અને ભારતની ૨૦૦૦ ઘઉંની અને વિદેશની ૫૦૦ જાતો અમારે ત્યાં ઉછેરી છે એની પર વિદ્યાર્થી સંશોધન કરે, પરિણામે ‘લોકવન’ ઘઉંની જાત અમારા વૈજ્ઞાનિકોએ કરી, સંદેશાવાહક (પટાવાળો કહેવાનો નહિ)થી માંડીને આચાર્ય, ટ્રસ્ટીગણ બધાને ‘ભાઇ’ સંબોધન કરીને જ બોલાવવાના, પરીક્ષાના પરિણામમાં ગ્રેડ સિસ્ટમ હમણાં આવી, અમારે ત્યાં ૧૯૫૩ થી હતી. ‘અર્નીંગ વીથ લર્નીંગ’ અમારે ત્યાં કરી શકાય.

  • ગાંધીનો વ્યક્તિ વિકાસ અનેરો છે. ૧૮ વર્ષ સુધી સામાન્ય વિદ્યાર્થી હતા. મેટ્રીકમાં ૪૦% આવેલા.
  • ઈંગ્લેન્ડ બેરિસ્ટર થવા ગયા ત્યારે દ્રઢ નિર્ણય કર્યો. શ્રેષ્ઠ બેરિસ્ટર બનીસ લેટીન ભાષા શીખી, રોમન કાયદાઓનો અભ્યાસ સારી રીતે થાય એ માટે.
  • એ સર્જનાત્મક વાચન વાંચતા ‘ કીંગડમ ઓફ ગોડ વીધીન યુ’ (વૈકુંઠ તારા હ્ર્દયમાં છે વાંચ્યુ.) જોન રસ્કિનનું અન ટુ ધીસ લાસ્ટ વાંચી છેલ્લા માણસ, છેવાડાના માણસ માટે શું કરી શકાય અને એ કરવું એમ નક્કી કર્યું.
  • પ્રતિ માસ ૫૦૦૦ પાઉન્ડની આવક, તેમની સાથે ૩ ગોરા બેરિસ્ટર અને ૩૦ જણાનો સ્ટાફ.
  • છેવાડાનો માણસ યાદ આવતા બધુ જ છોડીને ભારત આવવાનો નિર્ણય કર્યો. ભારતમાં નાયક (હીરો) તરીકેનું સન્માન થયું. ગોખલેએ કહ્યું તારે નાયક નહિં મહાનાયક (સુપરહીરો) બનવાનું છે.
  • અમદાવાદમાં અંબાલાલ સારાભાઈની મીલમાં મજૂરનો પગાર ૧૨ પૈસા. મજૂરોએ હડતાલ પાડી, ૧૫ પૈસા આપો. એની આગેવાની લીધી. અનસૂયાબહેને (જે અંબાલાલનાં બહેન હતા, ઘરની બહાર આંદોલન, ઘરમાં , ભાઈ-બહેન યથાવત) ગાંધી પહોંચ્યાં, મજૂરોને મળ્યાં, મેનેજમેન્ટને મળ્યાં. પગાર ૩ પૈસા વધ્યો.
  • ગાંધીજીએ અનસૂયાબહેનને આ હંમેશનું નિરાકરણ નથી, મજૂરોનું એક સંગઠન હોવું જોઈએ, અને બન્યું ‘મજૂર મહાજન’.
  • ગાંધીજીએ ભારતમાં ૨૭ વાર અને વિદેશમાં ૩વાર અનશન કરેલા.
  • માઉન્ટબેટને ગાંધીજી માટે કહેલું, “હી ઈઝ એ વન મેન આર્મી”.
  • ૧૯૪૭ના રાતના ૧૨ વાગે ભારતને આઝાદી મળી. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. એમણે સુધીરકુમાર ઘોષને ગાંધીજી પાસે મોકલ્યા. આઝાદ ભારતનાં સંદેશા માટે ગાંધીજીએ કહ્યું આટલી બધી રોશની કોના માટે, મારો પછાત, છેવાડાનો માણસનું શું વિચારો છો. હું સંદેશો નહિ આપું. સુધીરકુમાર ઘોષે વિનમ્રતાપૂર્વક બાપુને કહ્યું, “બાપુ તમે સંદેશો નહિ આપો તો એના ખોટા પડઘા પડશે. બાપુ એક વૃક્ષ નીચે ઊભા હતા. એમણે નીચા વળીને જમીન પર પડેલું એક સૂકું પાંદડું હાથમાં લીધું. સુધીરકુમારનાં હાથમાં આપતાં કહ્યું આ મારો સંદેશ છે. સુધીરકુમારનો હાથ ધ્રુજી ઊઠ્યો અને આંખ માંથી આંસુનું એક ટીપું સૂકા પાંદડા પર પડ્યું.
  • ગાંધી બોલ્યા, “ભગવાનને પણ મંજૂર નહિં હોય કે હું સૂકું પાંદડું આપું એટલે તારા આંસુએ એને ભીનું કરી દીધું.

Next Story