Connect Gujarat
આરોગ્ય 

કેન્દ્ર સરકારનો નિર્ણય : કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો

કેન્દ્ર સરકારે કોરોના મહામારીની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે મોટો નિર્ણય લેતાં રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ્સ (RAT)ની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે

કેન્દ્ર સરકારનો નિર્ણય : કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો
X

કેન્દ્ર સરકારે કોરોના મહામારીની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે મોટો નિર્ણય લેતાં રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ્સ (RAT)ની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ નિકાસ નીતિમાં થયેલા ફેરફાર વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોનાનું પરીક્ષણ કરવા માટે લેબમાં વપરાતા કેમિકલના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ યથાવત રહેશે તેમ જણાવ્યુ હતું.

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનું પરીક્ષણ કરવા માટે પ્રારંભિક તબક્કાથી RT-PCR અને RATનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વાઇરસ વિશે સચોટ માહિતી આપવા માટે RT-PCR વધુ સારો માનવામાં આવે છે. જોકે દર્દીનું વધુ ઝડપી પરીક્ષણ કર્યા બાદ વાઇરસ વિશેની સચોટ માહિતી માટે RT-PCR વધુ સારો માનવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે કેરળ માટે 267.35 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કેરળની મુલાકાત દરમ્યાન સહાય પેકેજની જાહેરાત કરી હતી. તેઓએ રાજધાની તિરુવનંતપુરમ પહોંચીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યમંત્રી પી. વિજયન અને રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જ સાથે બેઠક યોજી કોરોના મહામારી સામે રાજ્યની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકાર કેરળને મહામારી સામે લડવા માટે શક્ય તમામ મદદ કરશે. કેન્દ્ર સરકારે રાજ્યના આરોગ્ય માળખા માટે ઈમર્જન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ રૂ. 267.35 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. તો સાથે જ તેઓ રાજ્યપાલ આરીફ મોહમ્મદને પણ મળ્યા હતા. કેરળમાં હાલમાં 1 લાખ 79 હજાર 155 એક્ટિવ કેસ છે, જ્યારે સંક્રમણને કારણે 18,601 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, દેશમાં વેક્સિનેશનનો આંકડો 55 કરોડને પાર કરી ગયો છે, ત્યારે સોમવારે 81 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. ઓગસ્ટના 15 દિવસમાં વેક્સિનના 7.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ બાબતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરીને માહિતી શેર કરી હતી.

Next Story