Connect Gujarat
આરોગ્ય 

ડાંગ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ

ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નોંધાયેલા તમામ બાળકોને ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડાંગ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ
X

ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નોંધાયેલા તમામ બાળકોને ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડાંગના મધ્યાહન ભોજન યોજનાના મામલતદાર ડી.કે.ગામીતના જણાવ્યા અનુસાર, ધોરણ ૧થી ૮ના જિલ્લામાં નોંધાયેલા કુલ ૪૨,૫૩૪ બાળકોને ફૂડ સિક્યોરીટી એલાઉન્સીસ અંતર્ગત જે અનાજ આપવામા આવી રહ્યુ છે, તેમા ફોર્ટીફાઈડ ચોખાનો સમાવેશ કરાયો છે. ફોર્ટીફાઈડ ચોખા એટલે પોલીશ્ડ કાચા ચોખા, જેને ચોખાના આકારના દાણા (ફોર્ટીફાઈડ રાઈસ કર્નલ અથવા એફ.આર.એ.) સાથે ૧:૯૯ના પ્રમાણમા ભેળવવામાં આવે છે. જે ભારતના ફૂડ સેફટી સ્ટાન્ડર્સ ઓથોરીટીના ધારાધોરણો અનુસાર આવશ્યક વિટામિન્સ અને ખનીજ તત્વોથી ભરપુર છે. ફોર્ટીફાઈડ ચોખા કુપોષણ, એનીમિયા, આર્યન, અને સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ રોકવા માટેની અસરકારક વ્યૂહરચના છે, જેના વૈજ્ઞાનિક આધાર પુરાવા પણ છે. જેથી આહારની ટેવ બદલ્યા વિના રોજીંદા આહારને વધુ પોષક બનાવી શકાય છે.

Next Story